Home Sports Rohit Sharma And Virat Kohli Got Caught In The Rules But This Star Player Survived

Rohit Sharma અને Virat Kohli નિયમમાં ફસાયા, પણ આ સ્ટાર ખેલાડી બચી ગયો! : વિજય હજારે ટ્રોફીમાં આ દિગ્ગજ નહીં રમે, જાણો શું છે કારણ

Rohit Sharma અને Virat Kohli નિયમમાં ફસાયા, પણ આ સ્ટાર ખેલાડી બચી ગયો!
Published by: OBS Bureau
Last Updated: Dec 23, 2025, 08:29 AM IST

These legends will not play in the Vijay Hazare Trophy: વિજય હજારે ટ્રોફી 2025-26 આવતીકાલથી (24 ડિસેમ્બર, 2026) શરૂ થઈ રહી છે. BCCI ના નવા નિયમો અનુસાર, બધા ખેલાડીઓએ ઓછામાં ઓછી બે મેચ તેમના રાજ્ય માટે રમવી આવશ્યક છે, પછી ભલે તે ગમે એટલો મોટો ખેલાડી હોય. કદાચ એક મુખ્ય કારણ એ છે કે, વિરાટ કોહલી પોતાના પરિવાર સાથે લંડનથી ભારત પાછો આવ્યો છે અને દિલ્હી માટે ચમકવા માટે તૈયાર છે. માત્ર કોહલી જ નહીં, પરંતુ રોહિત અને બુમરાહ જેવા સ્ટાર ખેલાડીઓ પણ આગામી ટુર્નામેન્ટમાં પોતપોતાની ટીમો માટે રમવા તૈયાર છે.

કોણ છે આ સ્ટાર ખેલાડી

જોકે, એક સ્ટાર ક્રિકેટર છે જે કડક પ્રતિબંધો છતાં ડોમેસ્ટિક ક્રિકેટમાં ભાગ લેશે નહીં. તે ખેલાડી બીજું કોઈ નહીં પણ શ્રેયસ ઐયર (Shreyas Iyer) છે, જે ODI ફોર્મેટનો મહત્વપૂર્ણ ખેલાડી છે. જેને એકલા હાથે ભારતીય ટીમને ઘણી મેચોમાં જીત અપાવી છે.

શું કારણસર શ્રેયસ ઐયર વિજય હજારે ટ્રોફીમાં નથી

નોંધનીય છે કે, જ્યારે વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા મહાન ખેલાડીઓને રમવા માટે મજબૂર કરવામાં આવે છે, ત્યારે શ્રેયસ ઐયરને કેવી રીતે મુક્તિ મળી? વધુમાં, બોર્ડ દ્વારા શ્રેયસ ઐયરને દંડ કરવામાં આવ્યો નથી. 31 વર્ષીય શ્રેયસ ઐયર ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી વનડેમાં ફિલ્ડિંગ કરતી વખતે ઘાયલ થયો હતો. તેને ગંભીર ઈજા થઈ હતી, જેના કારણે તેને સિડનીની હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો. તે હાલમાં ખતરાની બહાર છે, પણ સંપૂર્ણપણે ફિટ નથી. તેની રિકવરી ચાલી રહી છે. આ જ મુખ્ય કારણ છે કે, તે ઘરેલુ ક્રિકેટ નહીં રમે. બોર્ડ તેની ઈજાને ધ્યાનમાં રાખીને તેના પર દંડ લાદી રહ્યું નથી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now