Home Gujarat Roads Will Be Closed During The Coldplay Concert Read This Or You Might Get Stuck

અમદાવાદીઓ માટે ખાસ : કોલ્ડપ્લે કોન્સર્ટ દરમિયાન આરસ્તો રહેશે બંધ, વાંચી લો નહીં તો ફસાઈ જશો

અમદાવાદીઓ માટે ખાસ
Published by: OBS Bureau
Last Updated: Jan 23, 2025, 02:56 PM IST

અમદાવાદ શહેરમાં ‘નરેન્દ્ર મોદી સ્ટેડીયમ' મોટેરા, સાબરમતી ખાતે Cold Play Music of The Yearsનો કોન્સર્ટ તા. ૨૫/૦૧/૨૦૨૫ તથા તા.૨૬/૦૧/૨૦૨૫ના રોજ થનાર છે. આ મ્યુઝિક શો જોવા માટે આવનાર VVIP, મોટા પ્રમાણમાં અને મર્યાદિત સમયમાં વાહનો સાથે આવતા દર્શકો અને સેલિબ્રિટીને જોવા માટે એકઠી થતી આમ જનતા વચ્ચે વાહનોની અવર-જવર અને ટ્રાફિક પ્રવાહ સરળતાથી પસાર થાય તેમજ માર્ગ અકસ્માતો બનતા નિવારવા માટે અમદાવાદ શહેર પોલીસ કમિશનરે જાહેરનાનું બહાર પાડ્યું છે. જે અંતર્ગત કેટલાક રસ્તાઓ બંધ કરાયા અને તેને વૈકલ્પિક રૂટ પણ આપવામાં આવ્યા છે.

વાહનોની અવરજવર માટે પ્રતિબંધિત માર્ગની વિગત :
--જનપથ ટીથી મોટેરા સ્ટેડીયમ મુખ્ય ગેટ થઇ કૃપા રેસિડન્સી ટી થઇ મોટેરા ટી સુધીનો જતો-આવતો માર્ગ

વૈકલ્પિક માર્ગની વિગત :
--તપોવન સર્કલથી ઓ.એન.જી.સી. ચાર રસ્તાથી વિસત ટીથી જનપથ ટી થઇ પાવર હાઉસ ચાર રસ્તા થઇ પ્રબોધ રાવળ સર્કલ સુધીના જતા-આવતા માર્ગ પરથી અવર-જવર કરી શકાશે.
--કૃપા રેસિડેન્સી ટી થઇ શરણ સ્ટેટસ ચાર રસ્તા થઇ ભાટ-કોટેશ્વર રોડ થઇ એપોલો સર્કલ તરફ અવર-જવર કરી શકાશે.

આ હુકમ કાર્યક્રમ સાથે સંકળાયેલ વાહનો, ફરજમાં રોકાયેલા સરકારી વાહનો, ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સનાં વાહનો તેમજ આકસ્મિક સંજોગોમાં વાહન સાથે અવર-જવર કરનારને આ જાહેરનામું લાગુ પડશે નહીં.
આ જાહેરનામાનો અમલ ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ની કલમ-૩૩ની જોગવાઈ હેઠળ મહત્તમ સમયમર્યાદાને આધિન રહીને તા. ૨૫/૦૧/૨૦૨૫ તથા તા.૨૬/૦૧/૨૦૨૫ બંને દિવસના કલાક ૧૨.૦૦થી કાર્યક્રમ પૂર્ણ ન થાય ત્યાં સુધી કરવાનો રહેશે.આ જાહેરનામાના આદેશોનું ઉલ્લંઘન કરનાર ઇસમ ભારતીય ન્યાય સંહિતા (BNS) ૨૦૨૩ની કલમ - ૨૨૩ અને ગુજરાત પોલીસ અધિનિયમ કલમ-૧૩૧ મુજબ શિક્ષાને પાત્ર થશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now