તેજસ્વી યાદવ બિહારમાં વિપક્ષના નેતા છે. ત્યારે RJDના સૂત્રોના જણાવ્યા અનુસાર માહિતી મળી છે કે લાલુ યાદવના ઘરમાં ફરીવાર કિલકારીયઓ સંભળાઈ શકે છે. તેમના પુત્ર અને RJD નેતા તેજસ્વી યાદવ ફરી પિતા બનવા જઈ રહ્યાં છે. તેમની પત્ની રાજશ્રી ગર્ભવતી છે. 2023માં જ્યારે તે પહેલી વાર દીકરીના પિતા બન્યા ત્યારે નાનકડી પરી આવવાથી ઘરમાં ઘણી ખુશીઓ આવી હતી. હવે લોકોની આશા અને ઈચ્છા છે કે આ વખતે પુત્રના પિતા બને.
રાજશ્રી આરામ કરવા કોલકાતામાં છે.
RJDના સૂત્રોના જણાવ્યા અનુસાર તેજસ્વી યાદવની પત્ની રાજશ્રી કોલકાતામાં આરામમાં છે. અને હાલ લાલુ-રાબડીનો પરિવાર ખુશ છે. સૌથી વધુ ખુશ લાલુ પ્રસાદ યાદવ અને રાબડી દેવી છે. તેજસ્વી યાદવ રાજકીય સફર બાદ પોતાની પત્ની પાસે જઈ રહ્યા છે. તેઓ કોલકાતામાં તેમની પત્ની સાથે નવા વર્ષની ઉજવણી કરશે. સોમવારે તેજસ્વી યાદવ કોલકાતા જશે.
આપને જણાવી દઈએ કે ત્રણ વર્ષ પહેલા 9 ડિસેમ્બર 2021ના રોજ તેજસ્વી યાદવે તેની સ્કૂલની મિત્ર રાજશ્રી યાદવ સાથે લગ્ન કર્યા હતા. દિલ્લીમાં સાકેતમાં મીસા ભારતીના સૈનિક ફાર્મ હાઉસમાં લગ્ન સમારોહ યોજાયો હતો. અને લગ્ન પછી તેજસ્વી યાદવ માર્ચ 2023માં પ્રથમ વખત પિતા બન્યા અને હવે ફરીવાર ખુશીઓ આવી છે. તે સમયે સમગ્ર લાલુ પરિવારમાં દીકરીના જન્મની ઉજવણી કરવામાં આવતી હતી. કાકી મીસા ભારતીથી લઈને કાકા તેજ પ્રતાપ યાદવ સુધી બધા જ આ નવા મહામનના આગમન પર ખુશ દેખાતા હતા.
લાલુ યાદવના ઘરે પહેલાં પૌત્રીનો જન્મ
લાલુ યાદવે પોતાની પૌત્રીનું નામ કાત્યાયની રાખ્યું હતું કારણ કે તે સમયે દુર્ગા પૂજા ચાલી રહી હતી અને કાત્યાયની એ દુર્ગા માનું એક નામ છે. તે સમયે તેજસ્વી યાદવ નીતીશ કુમારની સરકારમાં નાયબ મુખ્યમંત્રી હતા. સમય ઘણો સારો હતો. પુત્રી તરીકે લક્ષ્મીનું આગમન શુભ માનવામાં આવતું હતું. હવે લાલુ-રાબડીના ઘરમાં નવા મહેમાનની રાહ ફરી શરૂ થઈ ગઈ છે. તેજસ્વી યાદવ પણ પોતાની તમામ જવાબદારીઓ નિભાવવા માટે તૈયાર છે. રાજકારણની સાથે સાથે તેઓ પોતાના પરિવારનું પણ ધ્યાન રાખી રહ્યા છે.





