Home Sports Riyan Parag Appointed Captain Of Assam Team

રિયાન પરાગની કિસ્મત ચમકી : આ ટૂર્નામેન્ટની સંભાળશે કપ્તાની

રિયાન પરાગની કિસ્મત ચમકી
Published by: OBS Bureau
Last Updated: Aug 28, 2025, 06:21 AM IST

ભારતીય ઘરેલુ ક્રિકેટમાં દુલીપ ટ્રોફી 2025 28 ઓગસ્ટથી શરૂ થઈ રહી છે. આ ટૂર્નામેન્ટમાં કુલ 6 ટીમોએ ભાગ લેશે.ત્યાર બાદ ડો. (કેપ્ટન) કે. થિમ્મપ્પા મેમોરિયલ ક્રિકેટ ટૂર્નામેન્ટ 4 સપ્ટેમ્બર યોજાશે. આ ટૂર્નામેન્ટ માટે આસામ ક્રિકેટ એસોસિએશને (ACA) સિનિયર મેન્સ ટીમની જાહેરાત કરી છે. આસામ ક્રિકેટ એસોસિએશને 20 ખેલાડીઓની ટીમ પસંદ કરી છે.

રિયાન પરાગ આસામનો બન્યો કેપ્ટન

આસામ ક્રિકેટ એસોસિએશને અગામી ટુર્નામેન્ટ માટે રિયાન પરાગની કેપ્ટન બનાવ્યો છે. આ ટુર્નામેન્ટમાં ઘણા ઉભરતા સ્ટાર્સ રમતા જોવા મળશે. ટીમમાં દાનિશ દાસ, સ્વરૂપમ પુરકાયસ્થ અને શુભંકર રોય જેવા અનુભવી ખેલાડીઓ તેમજ યુવા પ્રતિભાઓને ટીમમાં તક આપવામાં આવી છે. આ ઉપરાંત, અભિષેક ઠાકુર, મુકુંદ હુસૈન, અનુરાગ તાલુકદાર અને અમલનજ્યોતિ દાસ જેવા ખેલાડીઓ પણ ટીમનો ભાગ છે, જે આ ટુર્નામેન્ટમાં પોતાની છાપ છોડવા માટે તૈયાર છે.

દુલીપ ટ્રોફી 2025 માટે પૂર્વ ઝોનનો ઉપ-કપ્તાન પણ છે

રિયાન પરાગ દુલીપ ટ્રોફી 2025 માટે પૂર્વ ઝોન ટીમનો ભાગ છે. આ ટીમના ઉપ-કપ્તાનની જવાબદારી રિયાન પરાગને સોંપવામાં આવી છે. રિયાન પરાગ માટે આ એક મોટી તક છે. તેણે આ વર્ષે IPLમાં કેટલીક મેચોમાં રાજસ્થાન રોયલ્સની કેપ્ટનશીપ પણ કરી હતી. રિયાન પરાગ ઉપરાંત, મોહમ્મદ શમી અને મુકેશ કુમાર જેવા સ્ટાર ખેલાડીઓ પણ આ ટીમનો ભાગ છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now