Home Sports Rishabh Pant Took To The Field Wearing Virat Kohlis Jersey Number 18

Rishabh Pantએ Virat Kohliની જર્સી નંબર 18 પહેરીને ઉતર્યો મેદાનમાં! : મેચ દરમિયાન કરેલ રમુજી ટિપ્પણીઓનો જુઓ વિડિયો

Rishabh Pantએ Virat Kohliની જર્સી નંબર 18 પહેરીને ઉતર્યો મેદાનમાં!
Published by: OBS Bureau
Last Updated: Oct 30, 2025, 11:04 AM IST

Rishabh Pant steps out wearing Virat Kohli's iconic jersey number 18: ત્રણ મહિનાની ઈજા પછી ખૂબ લાંબા સમય પછી, ટીમ ઈન્ડિયાના વિકેટકીપર-બેટ્સમેન રિષભ પંત ગુરુવારે સ્પર્ધાત્મક ક્રિકેટમાં પાછા ફર્યા. તેમણે બેંગલુરુના સેન્ટર ઓફ એક્સેલન્સ ગ્રાઉન્ડ પર રમાઈ રહેલી India-A vs South Africa-Aએ ચાર દિવસીય સીરિઝની પહેલી મેચમાં ટીમનું નેતૃત્વ કરી રહ્યો છે. આ મેચમાં પંતના બેટિંગ પ્રદર્શન પહેલાં પણ, તેમનો જર્સી નંબર ચર્ચાનો વિષય બન્યો - કારણ કે, રિષભ પંત વિરાટ કોહલીનો આઇકોનિક જર્સી નંબર 18 પહેરીને ઉતર્યો હતો.

જર્સી નંબર 18 નિવૃત થશે?

વિરાટ કોહલીએ મે 2025માં ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. આ એ જ નંબર 18 છે, જે તેને પોતાની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં 500 થી વધુ મેચોમાં પહેરીને રમ્યો છે, અને 80 થી વધુ સેંચુરીઓ ફટકારી છે. તેની નિવૃત્તિ પછી, ચાહકોએ BCCIને સચિન તેંડુલકરની જર્સી નંબર 10 અને એમ. એસ ધોનીની જર્સી નંબર 7 ની જેમ જર્સી નંબર 18ને પણ નિવૃત્તિ આપવા વિનંતી કરી હતી. જોકે, બોર્ડે હજુ સુધી આ બાબતે કોઈ નિર્ણય લીધો નથી.

રિષભ પંતે રમુજી ટિપ્પણીઓ કરી

પંત સ્ટમ્પ માઈક પાછળ ઊભો રહ્યો ત્યારે તેનો પરિચિત અવાજ, રમુજી ટિપ્પણીઓ અને જુસ્સાદાર શબ્દો ગુંજી ઉઠ્યા. આ શૈલી જ તેને અન્ય વિકેટકીપરોથી અલગ પાડે છે. પંતનો ફોટો આવતાની સાથે જ ચાહકોમાં ચર્ચા શરૂ થઈ ગઈ કે શું તેણે પોતાની જૂની જર્સી નંબર-17 ને છોડી દીધી. કેટલાક લોકોએ તેને 'આદર્શનું સન્માન કરવાની રીત' ગણાવી.

જર્સી નંબર 18 પહેરવા પર BCCIના અધિકારીએ શું કહ્યું?

કોહલીની ટેસ્ટ નિવૃત્તિ પછી કોઈ ખેલાડી 18 નંબરની જર્સી પહેરીને મેદાનમાં ઉતર્યો હોય તેવું આ પહેલી વાર નથી. જૂનમાં, ફાસ્ટ બોલર મુકેશ કુમારે પણ ઈંગ્લેન્ડ લાયન્સ સામેની બિનસત્તાવાર ટેસ્ટમાં આ જ નંબરની જર્સી પહેરીને ઉતર્યો હતો, જેના કારણે અમુક વિવાદ ઉભા થયા હતા. BCCIના એક વરિષ્ઠ અધિકારીએ તે સમયે કહ્યું હતું કે, India-A ટીમના ખેલાડીઓ પાસે કાયમી જર્સી નંબર નથી. ખેલાડીઓ આ મેચો માટે કોઈપણ નંબર પસંદ કરી શકે છે, કારણ કે આ વિકાસલક્ષી મેચો છે, આંતરરાષ્ટ્રીય નહીં.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now