Home Entertainment Review Of Akshays New Movie Sky Force The Film Will Fill You With Patriotism

અક્ષયની નવી દમદાર ફિલ્મ : અક્ષયની નવી ફિલ્મ સ્કાય ફોર્સનો રિવ્યૂ, દેશદાઝથી ભરી દેશે મૂવી

અક્ષયની નવી દમદાર ફિલ્મ
Published by: OBS Bureau
Last Updated: Jan 24, 2025, 05:00 AM IST

લાંબા સમય બાદ અક્ષય કુમારની નવી ફિલ્મ રિલીઝ થઈ છે અને તેનો પહેલો રિવ્યૂ દમદાર આવી રહ્યો છે. આ ફિલ્મ એક દેશભક્તિની ફિલ્મ છે. જેને 26મી જાન્યુઆરીને ધ્યાનમાં રાખીને લાવવામાં આવી છે. અક્ષય કુમારની ફિલ્મ સ્કાય ફોર્સના ટ્રેલર જોયા બાદ લોકોને ફિલ્મથી ઘણી આશા હતી. જે ફિલ્મ રિલીઝ થતા ખરી ઊતરતી જોવા મળી રહી છે. ફિલ્મમાં અક્ષય કુમારની સાથે વીર પહાડિયા, સારા અલી ખાન અને નિમરત કૌર પણ છે.

આ વાર્તા ૧૯૭૧માં પાકિસ્તાની વાયુસેના દ્વારા ભારતીય વાયુસેના સ્ટેશન પર થયેલા હુમલાથી શરૂ થાય છે. આ સમય દરમિયાન, એક પાકિસ્તાની પાયલોટ અહેમદ હુસૈન (શરદ કેલકર) ને યુદ્ધ કેદી બનાવવામાં આવે છે. ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર કે ઓ આહુજા (અક્ષય કુમાર) તેને પૂછે છે કે ૧૯૬૫નું યુદ્ધ હારી ગયા છતાં પાકિસ્તાની વીરતા પુરસ્કાર કેમ આપવામાં આવ્યો. ત્યાંથી ભૂતકાળનો પડદો ખુલવા લાગે છે. વાર્તા ૧૯૬૫માં પાછી ફરે છે.

અંતમાં ફિલ્મ ભારતીય વાયુસેનાના સ્કવોડ્રન લીડર ટી વિજય એટલે કે વીર પહાડિયાના બલિદાન સુધી પહોંચે છે. તેના મિત્રો અને અહૂજા કેવી રીતે તેની ઓળખ અને વીરગતિ અપાવે છે, આ ફિલ્મનો સેન્ટ્રલ પોઈન્ટ રહ્યો છે. પહેલા હાફમાં એકદમ સસ્પેન્સથી ભરેલી લાગે છે, પરંતુ સેકંડ હાફ બાદ તેની કહાનીમાં ટ્વિસ્ટ એન્ડ ટર્ન્સ આવે છે, જે તેને જોવા લાયક બનાવે છે. ફિલ્મમાં દેશભક્તિના ડાયલોગ્સની ભરમાર છે. સાથે જ એક્શન સિકવન્સ પણ સારા છે. ઓવરઓલ આ ફિલ્મ જોવા જેવી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now