આજના સમયમાં નોકરી શોધવી કોઈ યુદ્ધથી ઓછી નથી. એક જ પોસ્ટ માટે હજારો ઉમેદવારો અરજી કરતા હોય છે, જેના કારણે અનેક વખત ટેલેન્ટેડ ઉમેદવારોનું રિઝ્યૂમે પણ ભીડમાં ખોવાઈ જાય છે. ઘણીવાર લોકો પાસે સારી ડિગ્રી, અનુભવ અને સ્કિલ્સ હોવા છતાં ઈન્ટરવ્યૂ કોલ નથી આવતો. તેનું એક મોટું કારણ ખરાબ અથવા સામાન્ય રિઝ્યૂમ પ્રેઝન્ટેશન પણ હોઈ શકે છે.
કેરિયર એક્સપર્ટ્સનું માનવું છે કે રિઝ્યૂમની શરૂઆતમાં લખાયેલી માત્ર એક અસરકારક લાઈન HRનું ધ્યાન તરત ખેંચી શકે છે. આજકાલ કંપનીઓ પાસે દરેક રિઝ્યૂમ વાંચવાનો સમય હોતો નથી. ઘણા HR તો માત્ર થોડા સેકન્ડમાં નક્કી કરી દે છે કે ઉમેદવારને શોર્ટલિસ્ટ કરવો કે નહીં. એવામાં Professional Summary અથવા Career Highlight તરીકે ઓળખાતી એક મજબૂત શરૂઆત તમારી નોકરીની તક વધારી શકે છે.
મોટાભાગના ઉમેદવારો અહીં કરે છે ભૂલ
ઘણા લોકો પોતાના રિઝ્યૂમની શરૂઆત “Objective” અથવા સામાન્ય Summaryથી કરે છે. જેમ કે 'હું મહેનતુ વ્યક્તિ છું અને કંપનીને આગળ વધારવા માંગું છું.' આવી લાઈનો હવે જૂની અને અસરહીન બની ગઈ છે. HRને આ પ્રકારની સામાન્ય વાતોમાં રસ નથી હોતો. તેઓ સીધું જાણવા માંગે છે કે ઉમેદવારે અગાઉ શું સિદ્ધિ મેળવી છે અને તે કંપની માટે કેટલો ઉપયોગી બની શકે છે. આજના સમયમાં માત્ર “Hardworking” અથવા “Dedicated” લખવાથી અસર થતી નથી. તેના બદલે તમારી સિદ્ધિ, સ્કિલ્સ અને રિઝલ્ટ આધારિત પ્રેઝન્ટેશન વધુ મહત્વપૂર્ણ બની ગયું છે.
Professional Summary શું છે?
Professional Summary એટલે રિઝ્યૂમની શરૂઆતમાં લખાતી 2થી 3 લાઈનની અસરકારક માહિતી, જે HRને તરત સમજાવે છે કે તમે કોણ છો અને કંપનીને શું મૂલ્ય આપી શકો છો.
ઉદાહરણ તરીકે:
'Results-driven professional with proven ability to solve problems and deliver measurable outcomes.'
આ પણ વાંચો: રોજ બીટનો જ્યુસ પીવાના ફાયદા : બ્લડ પ્રેશર નિયંત્રણથી લઈને એનર્જી વધારવા સુધીના અદ્ભુત લાભો
ફ્રેશર માટે:
'Quick learner with strong communication skills and passion for solving real-world problems.'
આવી લાઈનો HRને થોડા જ સેકન્ડમાં ઉમેદવારની પ્રોફાઈલ વિશે સ્પષ્ટ સમજ આપે છે.
પોતાની ફિલ્ડ પ્રમાણે Summary તૈયાર કરો
કેરિયર નિષ્ણાતોનું કહેવું છે કે Professional Summary હંમેશા તમારી ફિલ્ડ અને અનુભવ પ્રમાણે કસ્ટમાઇઝ કરવી જોઈએ.
માર્કેટિંગ અને સેલ્સ માટે
'5 વર્ષના સેલ્સ અનુભવ સાથે કંપનીનું Revenue 40% સુધી વધારવાનો ટ્રેક રેકોર્ડ.'
Customer Support માટે
'Customer Satisfactionને 95% સુધી પહોંચાડનાર Customer Service Specialist.'
'કોલેજ પ્રોજેક્ટ અને Internship દરમિયાન Social Media Followersમાં 50% વૃદ્ધિ લાવવાનો અનુભવ.'
આવી Summary HRને માત્ર તમારી સ્કિલ્સ જ નહીં પરંતુ તમારા Result-Oriented Approach વિશે પણ સંકેત આપે છે.
આ પણ વાંચો: જૂનની ગરમીમાં રાહત આપશે ભારતના આ સુંદર પ્રવાસન સ્થળો : બજેટની ચિંતા છોડો અને ગરમીથી બચવા આજે જ પ્લાન કરો
ATS Software માટે પણ જરૂરી
આજકાલ મોટી કંપનીઓ રિઝ્યૂમ સ્ક્રિનિંગ માટે ATS એટલે કે Applicant Tracking Systemનો ઉપયોગ કરે છે.
આ Software ખાસ Keywords શોધીને રિઝ્યૂમ શોર્ટલિસ્ટ કરે છે. જો તમારી Professional Summaryમાં 'SEO', 'Sales Growth ', 'Customer Satisfaction ', 'Data Analysis ' જેવા મહત્વપૂર્ણ Keywords હશે તો તમારું રિઝ્યૂમ ATSમાં ઝડપથી પસંદ થવાની શક્યતા વધી શકે છે. ઘણા ઉમેદવારો માત્ર ATSમાં ફેલ થવાના કારણે ઇન્ટરવ્યૂ સુધી પહોંચી શકતા નથી.
HR માત્ર 6 સેકન્ડમાં લે છે નિર્ણય
એક અભ્યાસ અનુસાર HR કોઈપણ રિઝ્યૂમે સરેરાશ માત્ર 6 સેકન્ડ માટે જ જોતા હોય છે. એવામાં જો શરૂઆતમાં જ અસરકારક Professional Summary હોય તો HR આખું રિઝ્યૂમે વાંચવામાં રસ દાખવી શકે છે. જો રિઝ્યૂમની શરૂઆતમાં ફક્ત નામ, સરનામું અને મોબાઇલ નંબર હોય તો તે સામાન્ય લાગી શકે છે. પરંતુ મજબૂત Summary તરત જ ઉમેદવારને અન્યોથી અલગ બનાવે છે.
માત્ર વખાણ નહીં, આંકડામાં વાત કરો
કેરિયર કોચનું કહેવું છે કે આજના સ્પર્ધાત્મક સમયમાં ફક્ત પોતાની પ્રશંસા કરવી પૂરતી નથી.
જો તમે તમારા કામના પરિણામને આંકડામાં રજૂ કરો તો તેની અસર વધુ થાય છે. જેમ કે:
'Revenue 30% વધાર્યું'
'Customer Engagement 50% સુધી વધાર્યું'
'Social Media Reach ડબલ કરી'
આ પ્રકારની વિગતો HR પર વધુ વ્યાવસાયિક અસર કરે છે.
Professional Summary લખતી વખતે શું ધ્યાન રાખવું?
Summary ટૂંકી અને સ્પષ્ટ હોવી જોઈએ
તમારી મુખ્ય સ્કિલ્સ દર્શાવતી હોવી જોઈએ
કંપનીને મળનારા ફાયદા પર ફોકસ કરવો જોઈએ
શક્ય હોય ત્યાં સુધી આંકડા અને સિદ્ધિઓ ઉમેરવી જોઈએ
આ ઉપરાંત દરેક નોકરી માટે Summaryને થોડું બદલવું પણ વધુ અસરકારક માનવામાં આવે છે.





