Home Gujarat Rescue Of A Leopard That Fell Into A Well In Sadakpore Navsari

નવસારીના સાદકપોરમાં દીપડાનું રેસ્ક્યુ : મોડી રાત્રે અકસ્માતે કૂવામાં પડ્યો હતો દીપડો, સારવાર બાદ જંગલમાં છોડાશે

નવસારીના સાદકપોરમાં દીપડાનું રેસ્ક્યુ
Play Video
Published by: OBS Bureau
Last Updated: Dec 01, 2025, 11:13 AM IST

Sadakpor Leopard Rescue: નવસારી જિલ્લામાં આવેલા સાદકપોર ગામે મોડી રાત્રે અકસ્માતે એક દીપડો કૂવામાં પડી ગયો હતો. સાદકપોરના દાદરી ફળિયામાં અજય અરવિંદભાઈ પટેલના વાડામાં આવેલ કૂવામાં દીપડો પડી ગયો હતો. જેની જાણ થતા ગ્રામજનોમાં દોડધામ મચી ગઈ હતી.
વન વિભાગને ઘટનાની માહિતી મળતા, તરત જ રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. વન વિભાગની ટીમ સાથે વાઇલ્ડ લાઇફ વેલફેરની ટીમ પણ મદદ કરવા માટે પહોંચી હતી. હિમલ મહેતા અને તેમની ટીમે રાત્રિના સમયે જ ભારે જહેમત કરીને દીપડાને સુરક્ષિત રીતે બહાર કાઢવાનો પ્રયાસ શરૂ કર્યો હતો.
કલાકોની મહેનત બાદ, વન વિભાગે કૂવામાં ખાસ પાંજરુ ઉતારવામાં આવ્યું હતું. દીપડો ધીમે ધીમે પાંજરામાં પ્રવેશતા તેને કાળજીપૂર્વક ઉપર ખેંચી સલામત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો. સમગ્ર કામગીરી દરમિયાન કોઈપણ પ્રકારની ઇજા ન થાય તે માટે ટીમે ખૂબ સાવધાની રાખી હતી.

રેસ્ક્યુ બાદ વન વિભાગે દીપડાનો કબ્જો લઈ તેની આરોગ્ય તપાસ કરવાની પ્રક્રિયા શરૂ કરી છે. ઉચ્ચ અધિકારીઓની સૂચનાઓ મુજબ દીપડાને યોગ્ય સારવાર બાદ ફરી જંગલમાં છોડવાની તજવીજ પણ કરવામાં આવશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now