Home Health-lifestyle Remove Dark Cicrle In Just With Potato Juice

નજીવા ખર્ચે ડાર્ક સર્કલ દૂર કરવા છે? : લગાવો આ વસ્તુ

નજીવા ખર્ચે ડાર્ક સર્કલ દૂર કરવા છે?
Published by: OBS Bureau
Last Updated: Jan 17, 2025, 06:14 AM IST

આજની બીઝી લાઈફસ્ટાઈલમાં સ્કિન કેર પર લોકો ફોકસ નથી કરી શક્તા. આવી સ્થિતિમાં આપણી ત્વચા દિવસેને દિવસે ડલ પડતી જાય છે. જો તમે પણ તમારી ત્વચા પર ફરી ગ્લો લાવવા માગો છો અને ડાર્ક સર્કલ દૂર કરવા ઈચ્છો છો, તો તમે તમારા રસોડામાંથી જ એક વસ્તુનો ઉપયોગ કરીને શ્રેષ્ઠ પરિણામો મેળવી શકો છો. અમે અહીં બીજા કોઈની નહીં પણ બટાકાની વાત કરી રહ્યા છીએ. વિટામિન-C અને B6 તેમજ એન્ટીઑકિસડન્ટ્સ અને એન્ઝાઈમ્સ જેવા પોષક તત્ત્વોથી ભરપૂર, બટાકા ડાર્ક સર્કલને દૂર કરવાની સાથે સાથે અનીવન સ્કિન ટોનને સુધારવામાં આપની મદદ કરશે. એટલું જ નહીં, જો તમારી ત્વચા સેન્સિટિવ છે અથવા ઈરિટેટેડ રહે છે તો તમે બટાકાના રસનો ઉપયોગ પણ કરી શકો છો જે તમને રેડનેસ ઘટાડવામાં મદદ કરશે.

બટાકાનો રસ ડાર્ક સર્કલ ઘટાડવામાં કેવી રીતે મદદ કરશે?
બટાકાના રસમાં કેટેચિન હોય છે જે ત્વચાને ઓક્સિડેટિવ તણાવથી થતા નુકસાનથી બચાવે છે. જો તમે તમારા સ્કિન કેર રૂટીન માટે મોંઘા પ્રોડકટ્સનો ઉપયોગ નથી કરવા માગતા તો તમે તમારી સ્કિન કેર રૂટીનમાં બટાકાના રસનો સમાવેશ કરી શકો છો.

બટાકાનો રસ કેવી રીતે ડાર્ક સર્કલ ઘટાડવામાં મદદ કરે છે?
વિટામિન C: વિટામિન C એ એન્ટિ ઓક્સિડન્ટ છે જે ત્વચાને ચમકદાર બનાવવામાં મદદ કરે છે. બટાકામાં વિટામિન C પૂષ્કળ માત્રામાં જોવા મળે છે.

વિટામિન B: બટાકામાં વિટામિન B ભરપૂર માત્રામાં જોવા મળે છે. વિટામિન Bની સારી માત્રાને કારણે, બટાકા આપને સ્પિન બર્નિંગ ઘટાડવામાં અને ત્વચાના રંગને સુધારવામાં મદદ કરશે.

પોટેશિયમ: બટાકામાં પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે, જે ત્વચાને હાઇડ્રેટેડ રાખવામાં મદદ કરે છે. આ સિવાય બટાકામાં કેટેકોલેઝ પણ સારી માત્રામાં જોવા મળે છે. આ એક એન્ઝાઇમ છે જે ત્વચાને સાફ કરવામાં મદદ કરે છે.

બટાકાનો રસ કેવી રીતે લગાવવો?
દરરોજ, બટાકાને અડધુ કાપીને રાખો, તેને સાફ કરો, તેની છાલ કાઢો અને તેમાંથી રસ કાઢો. તેને રૂની મદદથી તમારી આંખોની નીચે 10થી 15 મિનિટ સુધી લગાવો. પછી તમારા ફેસને સારી રીતે ધોઈ લો.

જો તમે પહેલીવખત બટાકાનો રસનો ઉપયોગ કરો છો તો તેને આંખોની નીચે લગાવતા પહેલાં તમારા હાથ પર પૈચ ટેસ્ટ કરો. જો તમે સેન્સિટિવિટી અનુભવતા ન હોવ તો જ તેનો ઉપયોગ આંખોની નીચે કરો. પરંતુ જો તમને એલર્જી કે પ્રોબ્લેમ ઉભો થાય છે તો એકવાર ડૉક્ટરનો સંપર્ક કરો.

Disclaimer ( અસ્વીકરણ ) : આ લેખ ફક્ત સામાન્ય માહિતી પ્રદાન કરે છે. તે કોઈપણ રીતે તબીબી અભિપ્રાયનો વિકલ્પ નથી. વધુ માહિતી માટે હંમેશા નિષ્ણાત અથવા તમારા ડૉક્ટરની સલાહ લો. અહીં આપેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અથવા સંપૂર્ણતા માટે Offbeat Stories જવાબદાર નથી.
joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now