Home International Rekha Gupta Delhi Cm Announcement How Bjp Applied Its Madhya Pradesh And Rajasthan Formula

દિલ્લીમાં મુખ્યમંત્રી ફોર્મ્યૂલા : મધ્યપ્રજેશ અને રાજસ્થાન મોડલ

દિલ્લીમાં મુખ્યમંત્રી ફોર્મ્યૂલા
Published by: OBS Bureau
Last Updated: Feb 20, 2025, 09:21 AM IST

દિલ્લીમાં ભાજપની સરકાર બનતાની સાથે જ સવાલ એ થઈ રહ્યો હતો કે આખરે મુખ્યમંત્રી કોણ બનશે. પરંતુ બુધવારે ભાજપે જાહેરાત કરતાની સાથે જ સૌ કોઈને ફરીવાર આશ્ચર્યચકિત કરી દિધા. શાલીમાર બાગના ધારાસભ્ય રેખા ગુપ્તાના નામને મંજૂરી આપવામાં આવી. ભાજપે મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં જે ફોર્મ્યુલા લાગુ કરી છે તે જ ફોર્મ્યુલા દિલ્લીમાં લાગુ કરી છે.

ભાજપનો રાજકીય સંદેશ
એક મહિલાને મુખ્યમંત્રી બનાવીને ભાજપે એક રાજકીય સંદેશ આપ્યો છે. ભાજપ અથવા NDA શાસિત કોઈ પણ રાજ્યમાં એક પણ મહિલા મુખ્યમંત્રી નહોતી. આવી સ્થિતિમાં દિલ્લીમાં મહિલાને સત્તામાં ટોચ પર મૂકીને દિલ્લીની અડધી વસ્તી સુધી પહોંચી ગયું છે. દિલ્લીમાં મહિલાઓએ ભાજપના સારા વોટ આપ્યા છે

આ પહેલા મુખ્યમંત્રીની રેસમાં પરવેશ વર્મા, મંજિંદર સિંહ સિરસા, રેખા ગુપ્તા, વિજેન્દ્ર ગુપ્તા, અજય મહાવર, જીતેન્દ્ર મહાજન અને આશિષ સૂદનું નામ ચર્ચામાં હતું. બધાના પોતપોતાના કારણો હતા. કોઈ લાંબા સમયથી ધારાસભ્ય હતા અને જ્યારે કોઈ ભાજપના મોટા અને અનુભવી નેતા.

2023માં ભાજપે બધાને આ રીતે આશ્ચર્યચકિત કરી દીધા હતા

નવી દિલ્લી બેઠક પરથી અરવિંદ કેજરીવાલને હરાવનારા પરવેશ વર્માનું નામ સૌથી વધુ ચર્ચાસ્પદ હતું કે પાર્ટી આ સફળતાને કારણે તેમને મુખ્યમંત્રી બનાવી શકે છે. જોકે, ભાજપનું મધ્યપ્રદેશ અને રાજસ્થાનનું મોડલ અહીં પણ લાગુ કરવામાં આવ્યું છે. મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં 2023ની ચૂંટણીમાં મધ્યપ્રદેશમાં શિવરાજસિંહ ચૌહાણનું જ્યારે રાજસ્થાનાં વસુંધરા રાજેનું નામ સૌથી આગળ હતું પરંતુ આ બંને સિવાય એવા નેતાને મુખ્યમંત્રી બનાવ્યા જે ક્યારે ચર્ચામાં જ નહોતા.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
અમેરિકા એકલું પડ્યું!
ઇઝરાયલમાં પેલેસ્ટાઈની ગુનેગારોને હવે સીધી મોતની સજા
Play Video
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ
ઈરાન સામેની જંગમાં નવો વળાંક
આજે 31 માર્ચ