Red Ball vs Pink Ball vs White Ball: ટેસ્ટ ક્રિકેટ વર્ષોથી લાલ બોલથી રમાય છે. જોકે, છેલ્લા દાયકામાં, ક્રિકેટના સૌથી લાંબા ફોર્મેટમાં એક નવો રંગ ઉમેરાયો છે, પિંક (Pink). ડે-નાઇટ ટેસ્ટ મેચોને કારણે આવેલા પિંક બોલ અને રેડ બોલ વચ્ચે માત્ર રંગનો જ નહીં, પણ સ્ટ્રક્ચર અને પ્રદર્શનનો પણ મોટો તફાવત છે. આ બંને બોલ વચ્ચેના મુખ્ય તફાવતોને જાણો.
બોલનો તફાવત
પોઇન્ટ્સ | રેડ બોલ | પિંક બોલ |
|---|---|---|
ઉપયોગ અને મેચનો સમય | આ બોલનો ઉપયોગ ડે ટેસ્ટ મેચોમાં થાય છે, જે માત્ર દિવસના પ્રકાશમાં રમાય છે. | આ બોલનો ઉપયોગ ડે-નાઇટ ટેસ્ટ મેચો માટે થાય છે, જેનો એક ઉપયોગ રાત્રિના સમયે ફ્લડલાઇટમાં બોલને જોવા માટે વપરાય છે. |
વિસિબિલિટી | દિવસના પ્રકાશમાં આ બોલની વિસિબિલિટી ઉત્તમ હોય છે. જોકે, રાત્રે ફ્લડલાઇટ હેઠળ તે ઝાંખો પડી જાય છે અને જોવો મુશ્કેલ બને છે. | આ બોલ ખાસ ડિઝાઇન કરવામાં આવ્યો છે જેથી રાત્રે ફ્લડલાઇટ હેઠળ પણ તેની વિસિબિલિટી ઉત્તમ રહે. |
કોટિંગ | આ બોલ પર પ્રમાણમાં ઓછું ચળકાટવાળું કોટિંગ હોય છે. જેમ જેમ બોલ જૂનો થાય છે, તેની સીમ જલ્દી ઘસાઈ જાય છે. | વિસિબિલિટી જાળવી રાખવા માટે આ બોલ પર ખાસ પોલિશ કોટિંગ કરવામાં આવે છે, જેના કારણે તે લાંબા સમય સુધી ચમકતો રહે છે. |
બોલિંગ પ્રદર્શન | આ બોલ ઝડપથી નરમ પડે છે. એકવાર જૂનો થયા પછી, બોલરોને તેનાથી રિવર્સ સ્વિંગમાં મદદ મળે છે. | જાડા કોટિંગને કારણે તેની સીમ લાંબા સમય સુધી રહે છે. આને કારણે, ફાસ્ટ બોલરોને શરૂઆતમાં વધુ મૂવમેન્ટ મળે છે, પરંતુ રિવર્સ સ્વિંગ મળવાની શક્યતા ઓછી થઈ જાય છે. |
કોને વધુ ફાયદો | આ બોલ બેટ્સમેન અને બોલર બંનેને સમય જતાં પોતાનું પ્રદર્શન સુધારવા અને સંતુલન જાળવવાની તક આપે છે. | નાઇટ સેશન દરમિયાન, તેની સીમની સખ્તાઈ અને ફ્લડલાઇટના કારણે ફાસ્ટ બોલરોને વધુ મદદ મળે છે. |
આ બંનેથી અલગ, વ્હાઇટ-બોલ મર્યાદિત ઓવરોની મેચો (જેમ કે ODI અને T20) માટે વપરાય છે. આ બોલ પર કોઈ પણ પ્રકારનું કોટિંગ હોતું નથી અને તે ઝડપથી જુનો થઈ જાય છે, જેથી સ્પીનરોને તેને પકડવામાં સરળતા રહે છે.
પિંક બોલનો શું ફાયદો?
રેડ બોલ ડે લાઇટમાં ચાલતી પરંપરાગત ટેસ્ટ ક્રિકેટના મૂળને અનુરૂપ છે, જ્યારે પિંક બોલ આ ફોર્મેટને આધુનિકતા તરફ લઈ જાય છે. પિંક બોલ એ ચાહકોને સાંજે પણ સ્ટેડિયમમાં લાવવામાં સફળતા મેળવી છે, પણ તે ક્રિકેટના નિયમો અને બેટ-બોલના સંતુલનને એક નવો ચેલેન્જ આપે છે, જે ટેસ્ટ ક્રિકેટને વધુ રોમાંચક બનાવે છે.





















