Realme C100x : ભારતીય સ્માર્ટફોન બજારમાં Realmeએ પોતાના C-સિરીઝ પોર્ટફોલિયોને વધુ મજબૂત બનાવતા Realme C100x સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. કંપનીએ આ ડિવાઇસ ખાસ કરીને એવા ગ્રાહકોને ધ્યાનમાં રાખીને રજૂ કર્યો છે, જેઓ લાંબી બેટરી લાઇફ, મોટા ડિસ્પ્લે અને દૈનિક ઉપયોગ માટે સારા પરફોર્મન્સવાળો સ્માર્ટફોન શોધી રહ્યા છે. Realme C100xની સૌથી મોટી ખાસિયત તેની 8,000mAhની વિશાળ બેટરી છે, જે બજેટ સેગમેન્ટમાં તેને અલગ ઓળખ આપે છે. નવા સ્માર્ટફોનમાં 45W ફાસ્ટ ચાર્જિંગ, 120Hz રિફ્રેશ રેટ ડિસ્પ્લે, 50 મેગાપિક્સલ AI રિયર કેમેરા અને Android 16 આધારિત Realme UI 7.0 આપવામાં આવ્યું છે. ઉપરાંત, ફોનને ધૂળ અને પાણીથી સુરક્ષા માટે IP64 રેટિંગ તેમજ વધુ મજબૂતી માટે MIL-STD-810H સર્ટિફિકેશન પણ મળ્યું છે.
મોટી બેટરી અને સ્મૂધ ડિસ્પ્લે
Realme C100xમાં 6.8-ઇંચની HD+LCD ડિસ્પ્લે આપવામાં આવી છે, જેનું રિઝોલ્યુશન 720×1600 પિક્સેલ છે. ડિસ્પ્લે 120Hz રિફ્રેશ રેટ અને 240Hz ટચ સેમ્પલિંગ રેટને સપોર્ટ કરે છે, જેના કારણે સ્ક્રોલિંગ, ગેમિંગ અને દૈનિક ઉપયોગ વધુ સ્મૂધ અનુભવ આપે છે. ફોનની સ્ક્રીન 900 નિટ્સ HBM બ્રાઇટનેસ સાથે આવે છે, જેથી તેજ સૂર્યપ્રકાશમાં પણ ડિસ્પ્લે સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. સ્ક્રીનની સુરક્ષા માટે તેમાં ArmorShell Glassનો ઉપયોગ કરવામાં આવ્યો છે. કંપનીનો દાવો છે કે આ ડિવાઇસ દૈનિક ઉપયોગ દરમિયાન વધુ ટકાઉ સાબિત થશે.
આ પણ ખાસ વાંચો : ₹5 કરોડના ઇનામ સાથે રોબોફેસ્ટ ગુજરાત 6.0 લોન્ચ : AI અને રોબોટિક્સમાં મળશે મોટી તક
પ્રોસેસર અને સોફ્ટવેર
પરફોર્મન્સ માટે ફોનમાં Unisoc T7250 ઓક્ટા-કોર પ્રોસેસર આપવામાં આવ્યું છે, જે Arm Mali-G57 GPU સાથે કાર્ય કરે છે. તેમાં 4GB LPDDR4X RAM અને 64GB eMMC 5.1 સ્ટોરેજ આપવામાં આવી છે. જરૂર પડે તો microSD કાર્ડ દ્વારા સ્ટોરેજ વધારી શકાય છે. સોફ્ટવેરની વાત કરીએ તો સ્માર્ટફોન Android 16 આધારિત Realme UI 7.0 પર ચાલે છે, જે નવા ફીચર્સ અને વધુ સરળ યુઝર અનુભવ પ્રદાન કરે છે.
50MP AI કેમેરા અને લાંબી બેટરી લાઇફ
ફોટોગ્રાફી માટે Realme C100xમાં 50mpનો AI રિયર કેમેરો આપવામાં આવ્યો છે, જે f/1.8 અપર્ચર સાથે આવે છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે ફોનમાં 5mpનો ફ્રન્ટ કેમેરો ઉપલબ્ધ છે. આ સ્માર્ટફોનની સૌથી મોટી વિશેષતા તેની 8,000mAh બેટરી છે. કંપનીના જણાવ્યા અનુસાર, એકવાર સંપૂર્ણ ચાર્જ કર્યા પછી ફોન 17 કલાકથી વધુ સમય સુધી સતત નેવિગેશન માટે બેકઅપ આપી શકે છે. ઉપરાંત, 45W ફાસ્ટ ચાર્જિંગના કારણે મોટી બેટરીને પણ ઓછા સમયમાં ચાર્જ કરી શકાય છે.
આ પણ ખાસ વાંચો : સ્માર્ટફોન પ્રેમીઓ માટે મોટા સમાચાર! : Google Pixel 11ની લોન્ચિંગ તારીખ કન્ફર્મ, લોન્ચિંગ પહેલા જાણી લો આ 5 મોટા અપડેટ્સ
સુરક્ષા અને કનેક્ટિવિટી
ફોનમાં સુરક્ષા માટે સાઇડ-માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સેન્સર અને ફેસ અનલોક જેવી સુવિધાઓ આપવામાં આવી છે. કનેક્ટિવિટી માટે Wi-Fi 5, Bluetooth 5.2, GPS, GLONASS, Galileo, BDS, USB Type-C પોર્ટ અને 3.5mm ઓડિયો જેક ઉપલબ્ધ છે.
ભારતમાં કિંમત અને ઉપલબ્ધતા
Realme C100xને ભારતમાં 4GB RAM + 64GB સ્ટોરેજના સિંગલ વેરિઅન્ટમાં લોન્ચ કરવામાં આવ્યો છે. આ વેરિઅન્ટની કિંમત ₹14,499 રાખવામાં આવી છે. ગ્રાહકો માટે આ સ્માર્ટફોન Golden Coast અને Deepblue Tides એમ બે રંગોના વિકલ્પોમાં ઉપલબ્ધ રહેશે. ફોનનું પ્રથમ વેચાણ 20 જુલાઈએ બપોરે 12 વાગ્યાથી શરૂ થશે. ગ્રાહકો તેને Realmeની અધિકૃત વેબસાઇટ, Flipkart તેમજ પસંદગીના ઓફલાઇન રિટેલ સ્ટોર્સ પરથી ખરીદી શકશે.




