Google Pixel 11: સ્માર્ટફોન માર્કેટમાં દર વર્ષે સૌથી વધુ ચર્ચા થતી લોન્ચિંગમાં Google Pixel Seriesનું નામ અગ્રેસર રહે છે. આ વર્ષે પણ ગૂગલ પોતાના આગામી ફ્લેગશિપ સ્માર્ટફોન Google Pixel 11 Seriesને લઈને તૈયારીઓ પૂર્ણ કરી ચૂક્યું છે. કંપનીએ સત્તાવાર રીતે જાહેરાત કરી છે કે 12 ઓગસ્ટે 'Made by Google' ઇવેન્ટ દરમિયાન નવી Pixel 11 સિરીઝ રજૂ કરવામાં આવશે. આ ઇવેન્ટ અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં યોજાશે, જ્યાં માત્ર નવા સ્માર્ટફોન જ નહીં પરંતુ ગૂગલની નવી AI ટેક્નોલોજી અને સોફ્ટવેર અપડેટ્સ પર પણ નજર રહેશે.
વર્ષે Pixel 10 Series રજૂ કર્યા બાદ હવે તમામની નજર Pixel 11 પર છે. અત્યાર સુધી સામે આવેલી લીક માહિતી મુજબ, ગૂગલ આ વખતે ડિઝાઇનમાં નોંધપાત્ર ફેરફારો કરવા જઈ રહ્યું છે. ખાસ કરીને વધુ પાતળી બોડી, સ્લિમ બેઝલ, કેમેરા મોડ્યુલમાં ફેરફાર અને AI આધારિત નવી સુવિધાઓ Pixel 11 Seriesને અગાઉના મોડલ કરતાં વધુ આકર્ષક બનાવી શકે છે. જોકે કંપનીએ હજુ સુધી તમામ સ્પેસિફિકેશન્સ જાહેર કર્યા નથી, પરંતુ લીક રિપોર્ટ્સથી ઘણા મહત્વના સંકેતો મળી રહ્યા છે.
12 ઓગસ્ટે થશે 'Made by Google' ઇવેન્ટ
Googleએ પુષ્ટિ કરી છે કે તેની વાર્ષિક Made by Google ઇવેન્ટ 12 ઓગસ્ટે યોજાશે. આ ઇવેન્ટ દરમિયાન કંપની નવા Pixel સ્માર્ટફોન ઉપરાંત AI આધારિત ફીચર્સ અને Android ઇકોસિસ્ટમ સંબંધિત મહત્વની જાહેરાતો પણ કરી શકે છે. દર વર્ષે આ ઇવેન્ટમાં ગૂગલ પોતાના ફ્લેગશિપ ડિવાઇસ અને નવી ટેક્નોલોજી રજૂ કરે છે. આ વર્ષે પણ ટેકપ્રેમીઓની નજર મુખ્યત્વે Pixel 11 Series પર રહેશે.
Pixel 11 Seriesમાં કયા મોડલ આવશે?
લીક થયેલી માહિતી અનુસાર Google આ વખતે ત્રણ નવા સ્માર્ટફોન લોન્ચ કરી શકે છે.
Google Pixel 11
Google Pixel 11 Pro
Google Pixel 11 Pro Fold
ગૂગલની ફોલ્ડેબલ સ્માર્ટફોન કેટેગરીને વધુ મજબૂત બનાવવા માટે Pixel 11 Pro Fold પણ આ ઇવેન્ટમાં રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે.
આ પણ વાંચો: શું છે CAPTCHA? : વેબસાઇટ વારંવાર 'I'm Not a Robot' કેમ પૂછે છે? જાણો તેની પાછળનું સંપૂર્ણ સત્ય
Pixel 11માં મળશે નવી સ્લિમ ડિઝાઇન
લીક રિપોર્ટ્સ અનુસાર સ્ટાન્ડર્ડ Pixel 11માં અગાઉની સરખામણીએ વધુ પાતળી બેઝલ જોવા મળી શકે છે. સ્ક્રીનની આસપાસના બોર્ડર ઓછા હોવાથી ડિસ્પ્લે વધુ પ્રીમિયમ અનુભવ આપશે. આ ઉપરાંત ગૂગલ કેમેરા બારની ડિઝાઇનમાં પણ ફેરફાર કરી શકે છે, જેથી ફોનનો લુક વધુ આધુનિક અને આકર્ષક બને.
Pixel 11 Pro બનશે વધુ પાતળો
Pixel 11 Proને લઈને પણ મહત્વપૂર્ણ માહિતી સામે આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ મોડલ Pixel 10 Pro કરતાં વધુ સ્લિમ ડિઝાઇન સાથે આવશે. ગૂગલ પોતાના ફ્લેગશિપ મોડલને વધુ હળવો અને પ્રીમિયમ બનાવવા પર ધ્યાન આપી રહ્યું છે. ફોલ્ડેબલ મોડલમાં પણ પાતળી ડિઝાઇન અપનાવવામાં આવે તેવી શક્યતા છે.
આ વર્ષે નહીં આવે Pixel XL મોડલ
Googleની Pixel Seriesમાં આ વર્ષે સૌથી મોટો ફેરફાર એ હોઈ શકે છે કે કંપની Pixel 11 XL મોડલ રજૂ નહીં કરે. લીક રિપોર્ટ્સ અનુસાર,ગૂગલ હવે XL બ્રાન્ડિંગને બદલે Pro મોડલ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરશે. એટલે મોટા ડિસ્પ્લે માટે અલગ XL મોડલની જગ્યાએ Pro વર્ઝન જ ઉપલબ્ધ રહેવાની શક્યતા છે.
નવી AI સુવિધાઓ પર રહેશે ખાસ ફોકસ
સ્માર્ટફોન ઉપરાંત Google આ ઇવેન્ટ દરમિયાન અનેક નવા AI Features પણ રજૂ કરી શકે છે. આમાંથી કેટલાક ફીચર્સ Android ઓપરેટિંગ સિસ્ટમનો ભાગ બનશે. કંપની હાલમાં AIને સ્માર્ટફોન અનુભવનો મુખ્ય હિસ્સો બનાવવાના પ્રયાસમાં છે. જોકે કયા નવા AI ફીચર્સ આવશે તેની સંપૂર્ણ માહિતી માટે 12 ઓગસ્ટ સુધી રાહ જોવી પડશે.
Pixel Glow ફીચરની પણ થઈ રહી છે ચર્ચા
થોડા મહિનાઓ પહેલાં સામે આવેલી લીક માહિતીમાં દાવો કરવામાં આવ્યો હતો કે Google Pixel Glow નામના નવા ફીચર પર કામ કરી રહ્યું છે. આ ફીચર હેઠળ જ્યારે કોઈ મેસેજ અથવા નોટિફિકેશન આવશે ત્યારે ફોનના પાછળના ભાગમાં આવેલી ફ્લેશલાઇટ અલગ રીતે ઝબકશે, જેથી યુઝરને નોટિફિકેશનની જાણ થઈ શકે. જોકે કંપનીએ હજુ સુધી આ ફીચરને સત્તાવાર રીતે કન્ફર્મ કર્યું નથી. તેથી તેની ઉપલબ્ધતા અંગે અંતિમ નિર્ણય લોન્ચિંગ દરમિયાન જ સ્પષ્ટ થશે.
Pixel 11 Series પાસેથી શું અપેક્ષા રાખી શકાય?
Google Pixel Series હંમેશા તેની શુદ્ધ Android અનુભવ, શક્તિશાળી કેમેરા અને AI આધારિત ફીચર્સ માટે જાણીતી રહી છે. Pixel 11 Seriesમાં પણ કંપની કેમેરા, ડિઝાઇન અને સોફ્ટવેર અનુભવને વધુ સારો બનાવવાનો પ્રયાસ કરશે તેવી અપેક્ષા છે. જો લીક થયેલી માહિતી સાચી સાબિત થશે તો Pixel 11 Series ગૂગલની અત્યાર સુધીની સૌથી આકર્ષક ફ્લેગશિપ સ્માર્ટફોન સિરીઝ બની શકે છે.




