આજના ડિજિટલ યુગમાં Laptop માત્ર એક ગેજેટ નથી, પરંતુ ઓફિસનું કામ, ઓનલાઇન અભ્યાસ, વર્ક ફ્રોમ હોમ અને ફ્રીલાન્સિંગ માટે અનિવાર્ય ડિવાઇસ બની ગયું છે. જોકે, સ્માર્ટફોનની જેમ Laptop પણ કાયમ માટે ચાલતું નથી. સમય જતાં તેનું હાર્ડવેર જૂનું થવા લાગે છે, બેટરીની ક્ષમતા ઘટે છે અને નવી ટેક્નોલોજી સાથે તેનું સુસંગતપણું પણ ઓછું થઈ જાય છે. ત્યારે ઘણા લોકોના મનમાં પ્રશ્ન થાય છે કે શું Laptopની પણ Expiry Date હોય છે? વાસ્તવમાં Laptop પર કોઈ નિશ્ચિત Expiry Date લખાયેલી હોતી નથી, પરંતુ કેટલાક સંકેતો એવા હોય છે જે દર્શાવે છે કે હવે તેને બદલવાનો સમય આવી ગયો છે.
Laptopની સરેરાશ લાઇફ કેટલી હોય છે?
સામાન્ય રીતે સારું Laptop લગભગ 5થી 7 વર્ષ સુધી સારી કામગીરી આપી શકે છે. જોકે તેની લાઇફ તેનો ઉપયોગ કેવી રીતે થાય છે, તેની નિયમિત કાળજી લેવામાં આવે છે કે નહીં અને તેમાં રહેલા હાર્ડવેર પર આધાર રાખે છે. જો સમયસર મેન્ટેનન્સ કરવામાં આવે અને જરૂરિયાત મુજબ RAM અથવા SSD અપગ્રેડ કરવામાં આવે તો ઘણા Laptop વધુ વર્ષો સુધી સરળતાથી ઉપયોગમાં રહી શકે છે.
પરંતુ જો Laptopનો ઉપયોગ ભારે સોફ્ટવેર, વીડિયો એડિટિંગ, ગેમિંગ અથવા અન્ય હાઈ-પરફોર્મન્સ કામ માટે થતો હોય તો તેનું હાર્ડવેર સામાન્ય ઉપયોગ કરતાં ઝડપથી જૂનું થઈ શકે છે.
જ્યારે Software Update મળવાનું બંધ થઈ જાય
Laptop બદલવાનો સૌથી મોટો સંકેત એ છે કે તેમાં નવા Operating System અથવા જરૂરી Security Update મળવાનું બંધ થઈ જાય.
ઘણી કંપનીઓ થોડા વર્ષો પછી જૂના મોડલ્સ માટે સોફ્ટવેર સપોર્ટ અને સુરક્ષા અપડેટ્સ આપવાનું બંધ કરી દે છે. આવી સ્થિતિમાં ડેટા ચોરી, વાયરસ અને સાઇબર હુમલાનું જોખમ વધી શકે છે.
જો તમારું Laptop નવા Software Update અથવા નવી Operating Systemને સપોર્ટ કરતું ન હોય, તો લાંબા ગાળાની સુરક્ષાને ધ્યાનમાં રાખીને નવું Laptop ખરીદવું વધુ યોગ્ય રહેશે.
બેટરી ઝડપથી ખાલી થઈ જાય તો શું કરવું?
સમય જતાં દરેક Laptopની બેટરીની ક્ષમતા ઘટતી જાય છે. જો સંપૂર્ણ ચાર્જ કર્યા પછી પણ Laptop થોડા જ મિનિટોમાં ડિસ્ચાર્જ થઈ જતું હોય અથવા હંમેશા Charger સાથે જોડીને જ તેનો ઉપયોગ કરવો પડતો હોય, તો સૌપ્રથમ બેટરી બદલવાનો વિકલ્પ તપાસવો જોઈએ.
જો માત્ર બેટરીની સમસ્યા હોય તો નવી બેટરી લગાવવાથી Laptop ફરી સારી રીતે કામ કરી શકે છે. પરંતુ જો બેટરીની સાથે અન્ય હાર્ડવેર પણ જૂનું થઈ ગયું હોય, તો નવું Laptop ખરીદવું વધુ સમજદારીભર્યો નિર્ણય બની શકે છે.
Laptop ધીમું થઈ ગયું હોય તો ધ્યાન આપો
જો તમારું Laptop પહેલાંની સરખામણીએ ખૂબ ધીમું થઈ ગયું હોય, વારંવાર હેંગ થતું હોય અથવા શરૂ થવામાં ઘણો સમય લેતું હોય, તો તે હાર્ડવેર જૂનું થઈ ગયું હોવાનો સંકેત હોઈ શકે છે.
ઘણા કિસ્સાઓમાં SSD લગાવવાથી અથવા RAM Upgrade કરાવવાથી Laptopની કામગીરીમાં નોંધપાત્ર સુધારો જોવા મળે છે. જોકે અપગ્રેડ કર્યા પછી પણ જો તેની સ્પીડમાં ખાસ સુધારો ન થાય, તો નવું Laptop ખરીદવા અંગે વિચાર કરવો જોઈએ.
વારંવાર Repair કરાવવું પડે તો નવું Laptop વધુ સારો વિકલ્પ
જો Laptopમાં વારંવાર કીબોર્ડ, સ્ક્રીન, મધરબોર્ડ અથવા અન્ય હાર્ડવેર સંબંધિત સમસ્યાઓ આવતી હોય અને દર થોડા મહિનામાં Repair પાછળ ખર્ચ કરવો પડતો હોય, તો વારંવાર Repair કરાવવાને બદલે નવું Laptop ખરીદવું વધુ ફાયદાકારક બની શકે છે.
ખાસ કરીને જ્યારે Repairનો ખર્ચ નવા Laptopની કિંમતના મોટા હિસ્સા જેટલો થઈ જાય, ત્યારે અપગ્રેડ કરવું વધુ યોગ્ય નિર્ણય ગણાય છે.
Laptop લાંબા સમય સુધી કેવી રીતે ચલાવશો?
જો તમે તમારા Laptopની લાઇફ વધારવા માંગતા હો, તો કેટલીક સરળ બાબતોનું નિયમિત પાલન કરવું જોઈએ.
સમયાંતરે બિનજરૂરી ફાઇલો અને ટેમ્પરરી ડેટા દૂર કરો. Operating System અને Softwareને હંમેશા અપડેટ રાખો. વિશ્વસનીય Antivirusનો ઉપયોગ કરો અને Laptopને વધુ ગરમ થતું અટકાવો.
સાથે જ સમયાંતરે તેની અંદરની સફાઈ કરાવવાથી Cooling System સારી રીતે કાર્ય કરે છે. જરૂરિયાત મુજબ SSD અને RAM Upgrade કરાવવાથી પણ ઘણા જૂના Laptopની કામગીરીમાં સારો સુધારો જોવા મળે છે.





