સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ અને રાષ્ટ્રીય એકતા દિવસના અવસરે એકતા નગરમાં યોજાયેલી રાષ્ટ્રીય એકતા પરેડમાં દેશના શૂરવીરોને વિશેષ સન્માન અપાયું.
CRPFના પાંચ શૌર્ય ચક્ર પુરસ્કાર વિજેતાઓ અને BSFના 16 શૌર્ય ચંદ્રક વિજેતાઓ પરેડમાં ઉપસ્થિત રહી દેશને તેમની હિંમત અને સમર્પણની યાદ અપાવી.
નક્સલ અને આતંકવાદ વિરોધી અભિયાનમાં અસાધારણ સાહસ
CRPFના આ પુરસ્કાર વિજેતાઓએ ઝારખંડમાં નક્સલ વિરોધી અભિયાન દરમિયાન અદભૂત હિંમત બતાવી હતી.
આ જ રીતે BSFના જવાનોે જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદીઓ સામે લડાઈ દરમિયાન અવિસ્મરણીય વીરતા દાખવી હતી.
તેમની કાર્યવાહી દરમિયાન જીવના જોખમે પણ દેશની સુરક્ષા પ્રત્યેની પ્રતિબદ્ધતા અડગ રહી હતી.
ઓપરેશન સિંદૂરમાં જવાનોની વીરતા ચમકી
BSFના શૌર્ય ચંદ્રક વિજેતાઓએ પશ્ચિમ સરહદ પર ઓપરેશન સિંદૂર દરમિયાન અસાધારણ બહાદુરી દર્શાવી હતી.
કઠોર પરિસ્થિતિઓ વચ્ચે પણ તેમણે મિશનને સફળ બનાવ્યું અને દેશની સરહદોને સુરક્ષિત રાખી.
આ પરેડમાં તેમની હાજરીએ દેશભક્તિની લાગણીને નવી ઉર્જા આપી.
દેશભક્તિથી ભરપૂર પરેડનો માહોલ
પરેડ દરમિયાન દેશના અનેક સશસ્ત્ર દળોના જવાનો એકસાથે એકતા અને શૌર્યનું પ્રતીક બનીને ઉપસ્થિત રહ્યા.
દરેક દળની ટુકડી સરદાર પટેલના “એકતા અને અખંડતા”ના સંદેશને ઉજાગર કરતી જોવા મળી.
જનસમુદાયે પણ દેશના આ શૂરવીરોને વધાવી લીધા અને લાંબા સમય સુધી તાળી પાડી પ્રશંસા વ્યક્ત કરી.






