Home Entertainment Rashmika Vijays Relationship Confirmed

રશ્મિકા-વિજયનો રિલેશન કન્ફર્મ! : સાઉથના બે સુપરસ્ટાર આવશે સાથે?? જાણો કોણે કર્યો રિલેશન કન્ફર્મ

રશ્મિકા-વિજયનો રિલેશન કન્ફર્મ!
Published by: OBS Bureau
Last Updated: Jan 28, 2025, 04:41 PM IST

સાઉથ સિનેમાના જાણીતા સ્ટાર્સ વિજય અને રશ્મિકાના ચાહકો માટે સારા સમાચાર આવ્યા છે. બંને લાંબા સમયથી ગુપચુપ ડેટિંગ કરી રહ્યા હોવાની અફવા છે. બંને ઘણીવાર સાથે એરપોર્ટ પર સ્પોટ થયા છે. અને તેમની સોશિયલ મીડિયા પોસ્ટ પરથી અંદાજો લગાવવામાં આવે છે કે, તેઓ સાથે વેકેશન માણી રહ્યા છે. ચાહકો રાહ જોઈ રહ્યા છે કે ક્યારે તેમના ફેવરિટ સ્ટાર્સ તેમનો સંબંધ જાહેર કરે. વિજય દેવરાકોન્ડા તો એક ઈન્ટરવ્યૂમાં કહી ચુક્યા છે કે તે સિંગલ નથી. ત્યારે હવે રશ્મિકાએ પણ ઈશારા ઈશારામાં મોટી વાત કહી દીધી છે.

રશ્મિકા મંદાના હાલ તેની અપકમિંગ ફિલ્મ છાવાના પ્રમોશનમાં વ્યસ્ત છે. જેની એક ઈવેન્ટ દરમિયાન તેણે પોતાના સંબંધો વિશે ખુલીને વાત કરી, રશ્મિકાએ કહ્યું કે, તે અત્યાર રિલેશનશિપમાં છે. રશ્મિકાએ પણ ખુલાસો કર્યો છે કે તેના જીવનસાથીમાં શું આકર્ષણ ધરાવે છે. તેણીએ ઉમેર્યું, "તેઓ કહે છે કે આંખો કોઈના આત્માની બારી છે, મને લાગે છે કે હું તે માનું છું અને હું હસતી રહું છું તેથી હું એવા લોકો તરફ આકર્ષિત થાઉં છું જેમનો ચહેરો હસતો હોય છે અને અલબત્ત, એવી વ્યક્તિ જે તેની આસપાસના લોકોનો આદર કરે છે, પછી ભલે તે કોઈ પણ હોય." તેઓ છે."

મહત્વવનું છે કે, વિજય દેવરાકોંડા અને રશ્મિકા મંદાનાએ કેટલીક ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. તેમની એકસાથે પહેલી ફિલ્મ ગીતા ગોવિંદમ હતી જેને ખૂબ જ પસંદ કરવામાં આવી હતી. જે બાદ તેમણે ફિલ્મ ડિયર કોમરેડમાં સાથે કામ કર્યું. જે પણ ખૂબ જ પસંદ કરવામાં આવી હતી. કહેવાય છે કે, આ ફિલ્મથી જ તેમને એકબીજા સાથે પ્રેમ થયો હતો. મહત્વું છે કે, થોડા સમય પહેલા જ રશ્મિકા અને વિજય એકસાથે જમતા હોય તેવી તસવીરો વાયરલ થઈ હતી અને ઈન્ટરનેટ પર છવાઈ ગઈ હતી. ત્યારે બંને હવે એક થઈ જાય તેવું જ ચાહકો ઈચ્છી રહ્યા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now