logo-img
Rashi Bhavishya 24 Nov 2025

રાશિફળ 24 નવેમ્બર 2025 : સોમવારનો દિવસ કયા રાશિના જાતકો માટે શુભ?

રાશિફળ 24 નવેમ્બર 2025
Published by: Offbeat Team
| Last Updated: Nov 24, 2025, 01:30 AM IST

24 નવેમ્બર 2025નું દૈનિક રાશિફળ અનેક રાશિના જાતકો માટે નવી ઊર્જા અને આશાનો સંદેશ લાવશે. કેટલાક લોકો માટે કારકિર્દી અને વ્યવસાય ક્ષેત્રે પ્રગતિનો દરવાજો ખુલશે તો કેટલાકે આરોગ્ય અને પરિવારને લઈને સાવચેત રહેવાની જરૂર રહેશે. ગ્રહોની ગતિ મુજબ રાશિદીઠ એવી સંભાવનાઓ ઉભી થઈ રહી છે.


મેષ

દિવસ સામાન્ય રીતે પસાર થશે. કામકાજને લગતા મુદ્દે દૂરના સ્થળે જવાની શક્યતા ઉભી થશે, તે દરમ્યાન સંભાળ રાખવી જરૂરી રહેશે. આરોગ્ય સ્થિર રહેશે. વેપારમાં મૂડીની જરૂર પડે તો બહારથી મદદ લેવી પડી શકે છે. ઘરમાં કેટલીક બાબતોને લઈને મતભેદ થવાની શક્યતા છે.
ભાગ્ય અંક 5
ભાગ્ય રંગ લાલ
ઉપાય હનુમાન ચાલીસાનું પાથન કરો અને દાળનું દાન કરો.


વૃષભ

મન ઉત્સાહ અને નવી શરૂઆતો તરફ વળી શકે છે. સહકારીઓ સાથે ચર્ચા કરી તમે કોઈ નવું કાર્ય શરૂ કરવા ઇચ્છશો. વેપારમાં લાભ મળવાની સંભાવના છે. મિલકત સંબંધિત વિચારણા આગળ વધશે. પરિવારમાં શુભ પ્રસંગ અને પ્રવાસની શક્યતા છે.
શુભ અંક 9
શુભ રંગ ગુલાબી
ઉપાય દેવી લક્ષ્મીને ગુલાબી ફૂલો ચઢાવો અને ઘરે કપૂર પ્રગટાવો.


મિથુન

દિવસ આનંદમય જશે. લાંબા સમયની તકલીફમાંથી મુક્તિ મળવાની શક્યતા. કોઈ મહત્વપૂર્ણ વ્યક્તિની મુલાકાત નવી દિશા બતાવશે. વેપારમાં ફેરફાર કરવાનું યોગ્ય સમય. શેરબજારમાં રોકાણ કરવાથી લાભ મળશે. ઘરમાં ધાર્મિક વાતાવરણ રહેશે અને કોઈ નવા મહેમાનના આગમનની શક્યતા છે.
ભાગ્ય અંક 3
ભાગ્ય રંગ પીળો
ઉપાય ભગવાન વિષ્ણુને ચણાની દાળ અર્પણ કરો અને ગાયને રોટલી ખવડાવો.


કર્ક

મોટા નિર્ણયો ટાળો, નુકસાન થઈ શકે છે. વ્યવસાયમાં ફક્ત વિશ્વાસુ લોકો સાથે વ્યવહાર કરો. લાંબી મુસાફરીની સંભાવના છે. ઘરની લાંબી ચાલતી મુશ્કેલી દૂર થશે અને મન પ્રસન્ન રહેશે.
ભાગ્ય અંક 6
ભાગ્ય રંગ સફેદ
ઉપાય શિવલિંગને દૂધ અને પાણી અર્પણ કરો અને ચોખાનું દાન કરો.


સિંહ

વાહન ચલાવતી વખતે સાવચેત રહેવું પડશે. વ્યવસાયમાં ફેરફારો કરવા યોગ્ય સમય નથી. પરિવારના સભ્યો તમારી સલાહ ન સાંભળે તેવું બનશે અને મન દુઃખી થશે. તમે ઘર બદલવાનું વિચારશો.
ભાગ્ય અંક 1
ભાગ્ય રંગ સોનેરી
ઉપાય પીપળને પાણી અર્પણ કરો અને સૂર્યને અર્પણ કરો.


કન્યા

દિવસ સકારાત્મક વિચારો અને ઊર્જાથી ભરેલો રહેશે. આધ્યાત્મિકતા પ્રત્યે રસ વધશે. પરિવારની ચિંતાઓ ઘટશે. વ્યવસાયમાં ઘણી નવી પરિસ્થિતિઓ ઊભી થશે. કોઈ નિર્ણયથી અન્યોને નુકસાન ન થાય તેનું ધ્યાન રાખવું.
ભાગ્ય અંક 4
ભાગ્ય રંગ લીલો
ઉપાય દેવી દુર્ગાને એલચી અર્પણ કરો અને કન્યાઓના આશીર્વાદ લો.


તુલા

દિવસ ખૂબ જ મહત્વનો રહેશે. મોટા નિર્ણય તમને નવા રસ્તે લઈ જશે. નાણાકીય સ્થિતિ સુધરશે. વેપારમાં વિશેષ નફો મળવાની સંભાવના છે. પરિવારમાં નવી ખુશી આવશે અને વિવાદો સમાપ્ત થશે.
ભાગ્ય અંક 8
ભાગ્ય રંગ વાદળી
ઉપાય ભગવાન કૃષ્ણને ખાંડ અને માખણ અર્પણ કરો અને વડીલોનું આશીર્વાદ લો.


વૃશ્ચિક

દિવસ ઉતારચઢાવથી ભરેલો રહેશે. આરોગ્ય અંગે ચિંતા વધે તેવી શક્યતા છે. વેપારમાં જોખમ ન લેવું. પૂર્વજોની મિલકત સંબંધિત મુદ્દે તણાવ વધશે. તમે પરિવાર સાથે પ્રવાસનું આયોજન કરી શકો છો.
ભાગ્ય અંક 2
ભાગ્ય રંગ ભૂખરો
ઉપાય હનુમાનજીને સિંદૂર અને ચમેલીનું તેલ અર્પણ કરો.


ધનુ

મન પર બેચેની છવાયેલી રહેશે. બોલવામાં સંયમ જરૂરી છે. નાણાકીય તંગી અનુભવાઈ શકે છે. વેપારમાં મંદીનો સામનો થશે. મિત્રોની સંગતમાં જવાનું મન થશે. પરિવારના સ્વાસ્થ્ય અંગે ચિંતા રહેશે.
ભાગ્ય અંક 7
ભાગ્ય રંગ જાંબલી
ઉપાય ગુરુવારે કેળાના ઝાડને પાણી અર્પણ કરો.


મકર

મનોમિજાજ ઉત્સાહી રહેશે. મિત્રો સાથે બહાર જવાનું આયોજન કરશો. માતાપિતા માટે કંઈક ખાસ કરવાની તક મળશે. કામકાજમાં ઉન્નતિ મળશે. પરિવાર તરફથી મદદ મળશે. જીવનસાથીનો સહકાર મળશે.
ભાગ્ય અંક 8
ભાગ્ય રંગ કાળો
ઉપાય શનિદેવ માટે સરસવ તેલનો દીવો પ્રગટાવો.


કુંભ

દિવસ આનંદદાયક જશે. મહેમાનોના આગમનથી ઘરનું વાતાવરણ સુખમય બનશે. લાંબા સમયથી પડેલી ઈચ્છા પુરી થશે. મોટો વ્યવસાયિક સોદો થઈ શકે છે. મિલકતમાં લેવાયેલા નિર્ણય શુભ સાબિત થશે.
ભાગ્ય અંક 9
ભાગ્ય રંગ આકાશી
ઉપાય ભગવાન શિવને વાદળી ફૂલ અર્પણ કરો.


મીન

દિવસ થોડો મુશ્કેલ રહી શકે છે. કામકાજમાં મોટા ફેરફારો ટાળો. અજાણ્યા વ્યક્તિને પૈસા આપવાથી નુકસાન થઈ શકે છે. પરિવારના મુદ્દે વિવાદ થઈ શકે છે. જીવનસાથીનો સહકાર મળશે, પરંતુ બાળકોના સ્વાસ્થ્ય અંગે ચિંતા રહેશે.
ભાગ્ય અંક 3
ભાગ્ય રંગ સફેદ વાદળી
ઉપાય વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરો અને ગાયને લીલો ચારો ખવડાવો.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now