Home Entertainment Ranveers Dhurandhar Is A Stormy One Entry Into The 500 Crore Club Is Certain

Dhurandhar નો ધમાકો ચાલુ! : 500 કરોડ ક્લબમાં એન્ટ્રી નજીક! બની રણવીરની કારકિર્દીની નંબર-1 હિટ

Dhurandhar નો ધમાકો ચાલુ!
Published by: OBS Bureau
Last Updated: Dec 20, 2025, 07:17 AM IST

Dhurandhar Box Office Collection Day 15: રણવીર સિંહ અભિનીત આદિત્ય ધારની ફિલ્મ 'Dhurandhar' બોક્સ ઓફિસ પર અવિશ્વસનીય ધમાલ મચાવી રહી છે. 5 ડિસેમ્બરે રિલીઝ થયેલી આ સ્પાય એક્શન થ્રિલરે માત્ર 15 દિવસમાં ભારતમાં ₹483 કરોડની કમાણી કરી લીધી છે, જ્યારે વિશ્વભરમાં તેનું કુલ કલેક્શન ₹730 કરોડને પાર કરી ગયું છે. શુક્રવારે (15મા દિવસે) ફિલ્મે ₹22.5 કરોડની કમાણી કરી, જેનાથી તે ₹500 કરોડ ક્લબમાં પ્રવેશવાના ખૂબ નજીક પહોંચી ગઈ છે. અપેક્ષા છે કે શનિવારે આ આંકડો પાર થઈ જશે.

રણવીર સિંહની કારકિર્દીની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ

હિન્દી ઓક્યુપન્સી 35.95% રહી, જેમાં સવારના શોમાં 16.68%, બપોરે 33.96%, સાંજે 42.86% અને રાત્રે 50.28% ઓક્યુપન્સી નોંધાઈ. ધુરંધર હવે રણવીર સિંહની કારકિર્દીની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે, જેણે તેમની અગાઉની હિટ્સ જેમ કે પદ્માવતને પાછળ છોડી દીધી. વર્ષ 2025માં તે છાવા પછી બીજી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ છે (છાવાનું વર્લ્ડવાઇડ કલેક્શન ₹807.91 કરોડ).

ફિલ્મે અનેક રેકોર્ડ તોડ્યા

રજનીકાંતની 2.0 અને સની દેઓલની ગદર 2ને પાછળ છોડી.

રણબીર કપૂરની એનિમલ (ભારતમાં ₹553.87 કરોડ) અને સ્ત્રી 2 (₹597.99 કરોડ) હજુ આગળ છે, પરંતુ ધુરંધરની રફ્તાર જોતાં તેને પાર કરવામાં વાર નહીં લાગે.

હોલીવુડની મેગા રિલીઝ અવતાર

ફાયર એન્ડ એશની સામે પણ Dhurandhar મજબૂતીથી ટકી છે. આગામી અઠવાડિયામાં કાર્તિક આર્યનની તુ મેરી મૈં તેરા જેવી ફિલ્મોની ટક્કર છે, પરંતુ ધુરંધરનો જલવો ચાલુ રહેવાની પૂરી શક્યતા છે. રણવીર સિંહના પાવરફુલ પર્ફોર્મન્સ અને આદિત્ય ધારના દિગ્દર્શનથી ધુરંધર વર્ષની સૌથી મોટી બ્લોકબસ્ટર સાબિત થઈ છે!

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now