Home Entertainment Ranveer Singh Quits Don 3 Returns 10 Crore Signing Amount

રણવીર સિંહે 'ડોન 3' છોડી : 10 Crore ની સાઈનિંગ અમાઉન્ટ પરત કરી, જાણો વિગત

Ranveer Singh quits 'Don 3'
Published by: Vaishnavi Pathak
Last Updated: Apr 24, 2026, 07:49 AM IST

રણવીર સિંહ હવે નહીં બને 'ડોન': 10 Crore પરત કરીને ફિલ્મમાંથી લીધો એક્ઝિટ

બોલિવૂડના સૌથી મોટા ફ્રેન્ચાઈઝીમાંથી એક એવી 'ડોન' (Don) ની ત્રીજી ફિલ્મ અત્યારે ચર્ચામાં છે, પરંતુ આ વખતે ચર્ચા ફિલ્મની વાર્તાની નહીં પણ તેના મુખ્ય કલાકાર રણવીર સિંહની છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, રણવીર સિંહે 'ડોન 3' માંથી હટી જવાનો નિર્ણય લીધો છે અને આ માટે તેણે મળેલી 10 Crore ની સાઈનિંગ અમાઉન્ટ પણ પરત કરી દીધી છે.

પ્રોફિટ શેરિંગ મુદ્દે સર્જાયો વિવાદ

સૂત્રોના જણાવ્યા અનુસાર, રણવીર સિંહ અને ફિલ્મના નિર્માતા ફરહાન અખ્તર વચ્ચે 'પ્રોફિટ શેરિંગ' (નફામાં ભાગીદારી) ને લઈને વાતચીત ચાલી રહી હતી. રણવીર સિંહ ફિલ્મમાં મોટી ભાગીદારી ઈચ્છતો હતો, પરંતુ મેકર્સ આ ડીલ માટે તૈયાર નહોતા. અંતે બંને વચ્ચે સમજૂતી ન થતા રણવીરે પ્રોજેક્ટ છોડવાનું નક્કી કર્યું છે.

આ પણ વાંચો: એક મહિના પછી પણ 'Dhurandhar 2'નો ધમાકેદાર દબદબો! | હવે આ દેશોમાં પણ મારી બાજી! નંબર 1 બનીને તોડી દીધા બધા રેકોર્ડ! | Offbeat Stories

ફેન્સની પ્રતિક્રિયા અને કાસ્ટિંગ

જ્યારથી 'ડોન 3' માં રણવીર સિંહના નામની જાહેરાત થઈ હતી, ત્યારથી જ સોશિયલ મીડિયા પર ફેન્સ બે ભાગમાં વહેંચાઈ ગયા હતા. ઘણા લોકો હજુ પણ શાહરૂખ ખાનને જ 'ડોન' તરીકે જોવા માંગતા હતા. હવે રણવીરના આઉટ થયા પછી ફરી એકવાર ફેન્સ શાહરૂખ ખાનની વાપસીની આશા લગાવી રહ્યા છે. જોકે, નિર્માતાઓ તરફથી હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.

રણવીર સિંહના આગામી પ્રોજેક્ટ્સ

'ડોન 3' માંથી એક્ઝિટ લેવાથી તેના કરિયર પર શું અસર પડશે તે તો સમય જ બતાવશે, પરંતુ હાલમાં આ સમાચારે બોલિવૂડમાં ખળભળાટ મચાવી દીધો છે.

શું હવે શાહરૂખ ખાન આવશે પરત?

રણવીર સિંહે ફિલ્મ છોડતા હવે ફરી એકવાર સવાલ ઉભો થયો છે કે નવો 'ડોન' કોણ હશે? કિયારા અડવાણી આ ફિલ્મમાં ફીમેલ લીડ તરીકે ફાઈનલ થઈ ચૂકી છે, પરંતુ મેઈન લીડ માટે મેકર્સ ફરીથી નવા કલાકારની શોધ શરૂ કરશે અથવા જૂના 'ડોન' એટલે કે કિંગ ખાનનો સંપર્ક કરી શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now