Home Entertainment Ranveer Allahbadia Confirms Relationship Juhi Bhatt Ipl Match

'હું મારી ગર્લફ્રેન્ડ સાથે છું' : Ranveer Allahbadia હવે સિંગલ નથી! જાણો કોણ છે ગર્લફ્રેન્ડ

Ranveer Allahbadia Confirms Relationship With Juhi Bhatt
Published by: Vaishnavi Pathak
Last Updated: Apr 13, 2026, 08:37 AM IST

વાનખેડે સ્ટેડિયમમાં મિસ્ટ્રી ગર્લ સાથે જોવા મળ્યો રણવીર

સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર અને પ્રખ્યાત પોડકાસ્ટર રણવીર અલ્લાહબદિયા, જે 'BeerBiceps' તરીકે જાણીતા છે, તેમણે આખરે તેમના સંબંધોની સ્થિતિ સ્પષ્ટ કરી દીધી છે. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈ ઈન્ડિયન્સ (MI) અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) વચ્ચેની ની મેચ દરમિયાન રણવીર એક યુવતી સાથે જોવા મળ્યા હતા, જેણે સૌનું ધ્યાન ખેંચ્યું હતું.


કેમેરા સામે કર્યો પ્રેમનો એકરાર: 'ગર્લફ્રેન્ડ સાથે છું'

મેચ દરમિયાન જ્યારે કેમેરા રણવીર તરફ ગયો, ત્યારે તેઓ જુહી ભટ્ટ સાથે હસતા અને મેચની મજા માણતા જોવા મળ્યા હતા. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તેઓ અહીં કોની સાથે છે, ત્યારે રણવીરે સહેજ પણ ખચકાયા વગર સ્મિત સાથે જવાબ આપ્યો, "હું મારી ગર્લફ્રેન્ડ સાથે છું." આ ટૂંકા પણ સ્પષ્ટ નિવેદને તેમના ફેન્સમાં ઉત્તેજના વધારી દીધી છે.

આ પણ વાંચો: 'ખેલાડી' પણ પડી ગયો વિચારમાં | અક્ષય કુમાર માટે રાજકોટના યુવકે જે કર્યું એ કોઈએ નહીં કર્યું હોય | Offbeat Stories


કોણ છે રણવીરની ગર્લફ્રેન્ડ જુહી ભટ્ટ?

જુહી ભટ્ટ પોતે એક સફળ ડિજિટલ કન્ટેન્ટ ક્રિએટર અને એન્ટરપ્રેન્યોર છે. રણવીર અને જુહીના ડેટિંગના સમાચાર છેલ્લા ઘણા સમયથી સોશિયલ મીડિયા પર ચર્ચામાં હતા, પરંતુ આ પહેલા બંનેમાંથી કોઈએ પણ આ બાબતે સત્તાવાર મહોર મારી નહોતી. IPL ના પ્લેટફોર્મ પર આ રીતે એકરાર કરીને રણવીરે તમામ અટકળોનો અંત લાવી દીધો છે.

સોશિયલ મીડિયા પર ફેન્સની પ્રતિક્રિયા

વાનખેડે સ્ટેડિયમમાં આ કપલ મુંબઈ ઈન્ડિયન્સને સપોર્ટ કરતું જોવા મળ્યું હતું. રણવીરના આ ખુલાસા બાદ સોશિયલ મીડિયા પર ફેન્સ આ જોડીને 'પાવર કપલ' કહી રહ્યા છે. અનેક લોકોએ કોમેન્ટ્સમાં રણવીરને તેની નવી ઇનિંગ માટે અભિનંદન પાઠવ્યા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now