Home Entertainment Ralph Lauren Bandhani Skirt Controversy Price Details

ભારતીય પરંપરા કે લૂંટ? : રાલ્ફ લોરેનના મોંઘા સ્કર્ટે ઈન્ટરનેટ પર મચાવી ધમાલ

Ralph Lauren’s 44,800 Rupees Bandhani Skirt Sparks Row
Published by: Vaishnavi Pathak
Last Updated: Apr 21, 2026, 11:00 AM IST

વિદેશી બ્રાન્ડે બાંધણી પ્રિન્ટનું સ્કર્ટ 44,800 માં વેચતા ભારતીયો ગુસ્સે, જાણો શું છે મામલો

વિશ્વ વિખ્યાત લક્ઝરી ફેશન બ્રાન્ડ રાલ્ફ લોરેન (Ralph Lauren) હાલમાં સોશિયલ મીડિયા પર ભારે ટ્રોલ થઈ રહી છે. તેનું કારણ છે બ્રાન્ડ દ્વારા લોન્ચ કરવામાં આવેલું એક કોટન સ્કર્ટ, જેની પ્રિન્ટ અને કિંમત જોઈને ભારતીય યુઝર્સ આશ્ચર્યચકિત થઈ ગયા છે.

બાંધણી પ્રિન્ટ અને તેની અધધ કિંમત

રાલ્ફ લોરેને તાજેતરમાં તેની નવી કલેક્શનમાં 'પ્રિન્ટ કોટન મિડી સ્કર્ટ' રજૂ કર્યું છે. આ સ્કર્ટ પરની પ્રિન્ટ સ્પષ્ટપણે ભારતીય પારંપરિક 'બાંધણી' કળાથી પ્રેરિત લાગે છે. જોકે, નવાઈની વાત એ છે કે આ સ્કર્ટની કિંમત 44,800 રૂપિયા (આશરે 535 ડોલર) રાખવામાં આવી છે. ભારતમાં સામાન્ય રીતે બાંધણીના કપડાં ખૂબ જ કિફાયતી ભાવે મળે છે, ત્યારે આટલી ઊંચી કિંમત જોઈને લોકો ભડક્યા છે.

આ પણ વાંચો: જાણો કેમ રિતેશ ધ્રૂસકે ને ધ્રૂસકે રડી પડ્યો | 'રાજા શિવાજી'ના ટ્રેલર લોન્ચમાં છલકાયા દેશમુખ દંપતીના આંસુ | Offbeat Stories

સોશિયલ મીડિયા પર યુઝર્સની પ્રતિક્રિયા

જેવી આ સ્કર્ટની તસવીરો ઈન્ટરનેટ પર વાયરલ થઈ, કે તરત જ ભારતીય યુઝર્સે કોમેન્ટ્સનો વરસાદ કરી દીધો હતો. ઘણા લોકોએ લખ્યું કે, "આવું સ્કર્ટ તો અમારા સ્થાનિક બજારમાં 500 થી 1,000 રૂપિયામાં મળી જાય છે." જ્યારે અન્ય કેટલાક યુઝર્સે બ્રાન્ડ પર 'કલ્ચરલ એપ્રોપ્રિએશન' (સાંસ્કૃતિક ચોરી) કરવાનો પણ આરોપ લગાવ્યો છે. લોકોનું કહેવું છે કે વિદેશી બ્રાન્ડ્સ ભારતીય કળાનો ઉપયોગ કરે છે પરંતુ સ્થાનિક કારીગરોને તેનો કોઈ શ્રેય કે ફાયદો મળતો નથી.

રાલ્ફ લોરેનનું આ ઉત્પાદન કેમ ચર્ચામાં છે?

  • Cost: તેની કિંમત 44,800 રૂપિયા છે જે સામાન્ય બાંધણી સ્કર્ટ કરતા અનેકગણી વધારે છે.

  • Material: બ્રાન્ડે આ માટે શુદ્ધ સુતરાઉ (Cotton) કાપડનો ઉપયોગ કર્યો હોવાનો દાવો કર્યો છે.

  • Design: આ મિડી સ્કર્ટમાં ફ્લોરલ અને બાંધણી મિક્સ પેટર્ન આપવામાં આવી છે.

આ પહેલીવાર નથી જ્યારે કોઈ વિદેશી બ્રાન્ડે ભારતીય સંસ્કૃતિ સાથે જોડાયેલી વસ્તુને આટલી મોંઘી કિંમતે વેચી હોય. આ અગાઉ પણ અનેક બ્રાન્ડ્સ ભારતીય ખાટલા, થેલીઓ અને પરંપરાગત પોશાકોને 'લક્ઝરી' ના નામે ઊંચા ભાવે વેચી ચૂકી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now