Home Gujarat Rally In Support Of Former Collector Of Surendranagar

સુરેન્દ્રનગરના પૂર્વ કેલક્ટરના સમર્થનમાં રેલી : પાટડીના પાટીદારોએ નોંધાવ્યો વિરોધ, માંડલમાં મળશે સંમેલન!

સુરેન્દ્રનગરના પૂર્વ કેલક્ટરના સમર્થનમાં રેલી
Play Video
Published by: OBS Bureau
Last Updated: Jan 05, 2026, 09:46 AM IST

Patdi Patidar Samaj Sammelan : સુરેન્દ્રનગરના તત્કાલિન કલેકટર ડો. રાજેન્દ્ર પટેલ સામે જમીન કૌભાંડ કેસમાં કાર્યવાહીનો દોર શરૂ થતાં રાજેન્દ્ર પટેલના સમર્થનમાં પાટડી તાલુકામાં પાટીદાર સમાજ સહિત વિવિધ સમાજોના લોકો ભેગા થઈ વિરોધ નોંધાવી રહ્યા છે. ડો. રાજેન્દ્ર પટેલ સામે ચાલી રહેલી કાર્યવાહી અંગે અસંતોષ વ્યક્ત કરતા પાટડી તાલુકાના અનેક વિસ્તારોમાં લોકો એકત્રિત થયા હતા અને પોતાનો વિરોધ જાહેર કર્યો હતો.

માંડલ ગામે ડો. રાજેન્દ્ર પટેલના સમર્થનમાં વિશાળ સંમેલન

આ દરમિયાન પાટીદાર સમાજની આગેવાની હેઠળ ખેડૂતો અને અન્ય સ્થાનિક લોકો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા. આ વિરોધની કડીરૂપે આવતીકાલે માંડલ ગામે તત્કાલિન કલેકટર ડો. રાજેન્દ્ર પટેલના સમર્થનમાં એક વિશાળ સંમેલન યોજવાની જાહેરાત કરવામાં આવી છે. આ સંમેલનમાં પાટીદાર સમાજ સાથે ખેડૂતો અને વિવિધ વર્ગોના લોકોને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા માટે આહવાન કરવામાં આવ્યું છે.

ગામોમાં જૂથ બેઠકો યોજાઈ

સંમેલનને સફળ બનાવવા માટે આજે પાટડી તાલુકાના અનેક ગામોમાં જૂથ બેઠકો યોજાઈ હતી, જેમાં સંમેલન અંગે ચર્ચા કરી લોકોમાં જાગૃતિ ફેલાવવામાં આવી હતી. સમગ્ર મામલે પાટડી તાલુકામાં રાજકીય અને સામાજિક સ્તરે ભારે ચર્ચા જોવા મળી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now