Home National Rajya Sabha And Legislative Council Elections June 18 2026

રાજ્યસભાની 27 અને વિધાન પરિષદની 17 બેઠકો માટે 18 જૂને ચૂંટણી : ચૂંટણી પંચે જાહેર કરી અધિસૂચના

Election Commissionની ઓફીસ
Published by: Niraj Chokshi
Last Updated: Jun 01, 2026, 02:41 PM IST

નવી દિલ્હી: દેશના રાજકીય વર્તુળોમાં મહત્વપૂર્ણ ગણાતી રાજ્યસભા અને વિધાન પરિષદની બેઠકો માટે ચૂંટણી પંચે સત્તાવાર અધિસૂચના જાહેર કરી છે. રાજ્યસભાની કુલ 27 બેઠકો તેમજ વિવિધ રાજ્યોની વિધાન પરિષદની 17 બેઠકો માટે 18 જૂનના રોજ મતદાન યોજાશે. એ જ દિવસે મતગણતરી કરીને પરિણામો જાહેર કરવામાં આવશે.

ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા કાર્યક્રમ અનુસાર ઉમેદવારી નોંધાવવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ 8 જૂન નક્કી કરવામાં આવી છે, જ્યારે 9 જૂને ઉમેદવારી પત્રોની ચકાસણી હાથ ધરાશે. ઉમેદવારી પાછી ખેંચવાની અંતિમ તારીખ 11 જૂન રહેશે.

27 રાજ્યસભા બેઠકો માટે ચૂંટણી

આ ચૂંટણી હેઠળ 10 રાજ્યોની 24 રાજ્યસભા બેઠકો માટે દ્વિવાર્ષિક ચૂંટણી યોજાશે. આ ઉપરાંત મહારાષ્ટ્ર, તમિલનાડુ અને ઓડિશામાં એક-એક રાજ્યસભા બેઠક પર પેટાચૂંટણી પણ યોજાવાની છે. આમ કુલ 27 બેઠકો માટે મતદાન થશે. રાજ્યસભાની આ ચૂંટણીઓ આગામી સમયગાળામાં સંસદના ઉચ્ચ ગૃહની રાજકીય સમીકરણો પર અસર કરી શકે છે. વિવિધ રાજકીય પક્ષોએ ઉમેદવારોની પસંદગી માટે આંતરિક ચર્ચાઓ પણ શરૂ કરી દીધી છે.

વિધાન પરિષદની 17 બેઠકો માટે પણ મતદાન

ચૂંટણી પંચે બિહાર અને કર્ણાટકની વિધાન પરિષદ બેઠકો માટે પણ ચૂંટણી કાર્યક્રમ જાહેર કર્યો છે. બિહારમાં 9 બેઠકો માટે દ્વિવાર્ષિક ચૂંટણી યોજાશે, જ્યારે એક બેઠક માટે પેટાચૂંટણી થશે. બીજી તરફ કર્ણાટકમાં 7 વિધાન પરિષદ બેઠકો માટે દ્વિવાર્ષિક ચૂંટણી યોજાવાની છે. આમ કુલ 17 વિધાન પરિષદ બેઠકો માટે મતદાન થશે.

આ પણ વાંચો: Rafale Fighter Jet India-France Deal : રાફેલ બ્રહ્મોસથી સજ્જ થશે, વાયુસેના પ્રમુખ ફ્રાન્સ પહોંચ્યા

ચૂંટણી કાર્યક્રમ

  • ચૂંટણી પંચના કાર્યક્રમ મુજબ:

  • ઉમેદવારી નોંધાવવાની શરૂઆત: 1 જૂન

  • ઉમેદવારીની છેલ્લી તારીખ: 8 જૂન

  • સ્ક્રુટિની (ચકાસણી): 9 જૂન

  • ઉમેદવારી પરત ખેંચવાની છેલ્લી તારીખ: 11 જૂન

  • મતદાન: 18 જૂન (સાંજે 4 વાગ્યા સુધી)

  • મતગણતરી અને પરિણામ: 18 જૂન

આ પણ વાંચો: 'મારી સાથે રમત રમાઈ છે, સમય આવશે ત્યારે હું મોટી રમત રમીશ' : મમતા બેનર્જીનાં BJP પર પ્રહાર

રાજકીય દૃષ્ટિએ મહત્વની ચૂંટણી

રાજ્યસભા અને વિધાન પરિષદની આ ચૂંટણીઓ અનેક રાજ્યોમાં રાજકીય પક્ષોની તાકાતનું મૂલ્યાંકન કરાવશે. ખાસ કરીને રાજ્યસભાની બેઠકોને લઈને સત્તાધારી અને વિપક્ષી પક્ષો વચ્ચે રાજકીય વ્યૂહરચનાઓ તેજ બની છે. આગામી દિવસોમાં ઉમેદવારોની જાહેરાત અને રાજકીય સમીકરણો પર સૌની નજર રહેશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now