Home Gujarat Raju Karpada Resigns From Aap

રાજુ કરપડાએ AAP માંથી આપ્યું રાજીનામું : સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું 'મારો નિર્ણય જરૂર તમને ચોકાવશે.!'

રાજુ કરપડાએ AAP માંથી આપ્યું રાજીનામું
Play Video
Published by: OBS Bureau
Last Updated: Feb 11, 2026, 06:56 AM IST

આમ આદમી પાર્ટી (AAP) ગુજરાતમાં મહત્વની જવાબદારી સંભાળતા રાજુ કરપડાએ પાર્ટીના તમામ પદ પરથી રાજીનામું આપ્યું છે. તેઓ AAP ગુજરાત પ્રદેશ કિસાન સંગઠનના અધ્યક્ષ તરીકે કાર્યરત હતા. રાજુ કરપડાએ અરવિંદ કેજરીવાલને સંબોધીને રાજીનામું પત્ર લખ્યો છે. સાથે જ તેમણે ફેસબુક પોસ્ટ દ્વારા પોતાના નિર્ણયની જાહેરાત કરી છે.

'મારો નિર્ણય જરૂર તમને ચોકાવશે'

ફેસબુક પોસ્ટમાં તેમણે લખ્યું છે, “જય કિસાન સાથીઓ... દોસ્તો આજે આમ આદમી પાર્ટીના તમામ પદ પરથી રાજીનામું આપી રહ્યો છું..! મારો નિર્ણય જરૂર તમને ચોકાવશે. પાર્ટીને મજબૂત બનાવવા માટે મેં પરિવારથી વિશેષ મહત્વ અને સમય આપ્યો છે, પરંતુ કુદરતે અહીંયા સુધીનો જ સાથ લખેલો છે.”

આભાર વ્યક્ત કરતા શું લખ્યું?

તેમણે આગળ લખ્યું છે કે, “મારા દ્વારા ક્યારેય કોઈની લાગણીને ઠેસ પહોંચી હોય તો ક્ષમા ચાહું છું. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતૃત્વ તેમજ પ્રદેશ નેતૃત્વ સાથે જ મારા તમામ સાથીઓ અને ખેડૂતોનો મને પ્રેમ આપવા બદલ હૃદયથી આભાર માનું છું...!”

ગુજરાત આમ આદમી પાર્ટીમાં મોટું ભંગાણ!

રાજુ કરપડાના આ અચાનક નિર્ણયથી પાર્ટી કાર્યકરો અને ખેડૂત વર્ગમાં ચર્ચાનો માહોલ સર્જાયો છે. તેમના રાજીનામા પાછળનું ચોક્કસ કારણ હજી સુધી સ્પષ્ટ થયું નથી. જો કે, રાજકીય નિષ્ણાંતોના મતે ગુજરાત આમ આદમી પાર્ટીમાં ચાલતા આંતરિક વિખવાદથી ગુજરાત AAPમાં ભંગાણ શરૂ થયાની ચર્ચાએ વેગ પકડ્યું છે, ત્યારે હવે રાજુ કરપડાએ પક્ષને કહ્યું AAPને રામ-રામ કહ્યાં છે

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
સુરતના 22 વર્ષીય યુવકનું સ્વિમિંગ પૂલમાં મોત
ગુજરાતમાં AI ક્રાંતિને ગતિ
ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે માવઠું
વડોદરાના નાગરવાડામાં હાઈવોલ્ટેજ ડ્રામા
SOU પ્રવાસીઓ માટે ખુશખબર