ચીનના કિંગદાઓમાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) દરમિયાન સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે તેઓના ચીની સમકક્ષ એડમિરલ ડોંગ જુન સાથે એક મહત્વપૂર્ણ દ્વિપક્ષીય બેઠક કરી હતી. વાતચીત દરમિયાન રાજનાથ સિંહે ચીનના સંરક્ષણ પ્રધાન સમક્ષ ચાર-મુદ્દાનો ફોર્મ્યુલા રજૂ કર્યો હતો. આ ફોર્મ્યુલાનો મુખ્ય ઉદ્દેશ બંને દેશો વચ્ચેના સંબંધો સુધરે અને ભવિષ્યમાં ક્યારેય ગલવાન જેવી સ્થિતિ ઊભી ન થાય તેવો હતો. ભારત-ચીન પેટ્રોલિંગ વ્યવસ્થા પર સંમત થયા હતા.
રાજનાથ સિંહે રજૂ કરેલા ચાર-મુદ્દાનો ફોર્મ્યુલા
૧. Disengagement 2024ની પ્રક્રિયાનું સંપૂર્ણ પાલન કરવું આવશ્યક છે.
2. તણાવ ઓછો કરવો: સરહદ પર તણાવ ઓછો કરવા માટે પ્રયાસો કરવા જોઈએ.
૩. સીમાંકન અને પરીસીમન : સરહદના સીમાંકન અને પરીસીમન નિર્ધારિત લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે સરહદ વિવાદોના ઉકેલની પ્રક્રિયા ઝડપી બનાવવાની જરૂર છે.
૪. ખાસ પ્રતિનિધિ સ્તરની પદ્ધતિ: હાલની ખાસ પ્રતિનિધિ પદ્ધતિનો ઉપયોગ સંબંધો સુધારવા અને મતભેદોને ઉકેલવા માટે નવી પ્રક્રિયાઓ વિકસાવવા માટે થવો જોઈએ.
શું થયું હતું 2020માં ગલવાન ઘાટીમાં??
2024ની Disengagement યોજના હેઠળ ભારત અને ચીન તણાવ ઘટાડવા માટે ચીન ભારત બોર્ડર પર પેટ્રોલિંગ વ્યવસ્થા પર બંન્ને સંમત થયા હતા. 2020માં ગલવાન ઘાટીમાં ભારત ચીન બોર્ડર નજીક ભારતીય સૈનિકો અને ચીની સૈનિકો વચ્ચે અથડામણ થઈ હતી. ત્યારબાદ ચીન અને ભારત બંને વચ્ચે પેટ્રોલિંગના ક્ષેત્રને લઈને વિવાદ શરૂ થયો હતો. ઓક્ટોબર 2024 માં બંને દેશો વચ્ચે બોર્ડર પેટ્રોલિંગ માટેની વ્યવસ્થા પર સંમત થયા હતા.
પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં વિરોધ વધુ ઉગ્ર: JAAC નેતા નો પાકિસ્તાની સેનાને લઈને ગંભીર આક્ષેપ






