Home Gujarat Rajkot Special Court Pronounces Death Sentence In Atkots Nirbhaya Case

આટકોટની 'નિર્ભયા' ને 43 માં દિવસે મળ્યો ન્યાય! : રાજકોટની સ્પેશિયલ કોર્ટે સંભળાવી ફાંસીની સજા

આટકોટની 'નિર્ભયા' ને 43 માં દિવસે મળ્યો ન્યાય!
Play Video
Published by: OBS Bureau
Last Updated: Jan 17, 2026, 09:47 AM IST

આટકોટ વિસ્તારમાં 6 વર્ષની માસૂમ બાળકી સાથે અમાનવીય વર્તનનો પ્રયાસ થયાનો ગંભીર મામલો બહાર આવ્યો છે. ઘટના 4 ડિસેમ્બરે બની હતી. જ્યારે બાળકી પોતાના મામાના ખેતરમાં રમતી હતી ત્યારે અજાણ્યો શખ્સ તેને લાલચ આપી લઈ ગયો હતો. બાળકીએ વિરોધ કર્યો હોવાથી આરોપીએ ક્રૂર હરકત કરવાનો પ્રયાસ કર્યો હતો, જેના કારણે બાળકી ગંભીર રીતે ઘાયલ થઈ હતી.

42 માં દિવસે આરોપીને સજા

8 ડિસેમ્બરના રોજ આરોપીને ઝડપી પોલીસે 11 દિવસમાં ચાર્જશીટ ફાઈલ કરી હતી. ત્યાર બાદ 35 માં દિવસે એટલે 12 જાન્યુઆરી એટલે કોર્ટે ચુકાદો આપી આરોપીને દોષિત ઠેરવ્યો હતો. જે બાદ રાજકોટની સ્પેશિયલ કોર્ટે 15 જાન્યુઆરીએ સજાનું એલાન કરવાનું હતું, પરંતુ 17 જાન્યુઆરીની તારીખ પડી હતી. આજે 17 જાન્યુઆરીએ આરોપી રેમસીંગ તેરસીંગ ડુડવાને આરોપીને ફાંસીની સજા સંભળાવવામાં આવી છે. આ આખરી ચુકાદો સ્પેશિયલ કોર્ટના જજ વી.એ. રાણા દ્વારા આપવામાં આવ્યો.

બાળકીને ચોકલેટની લાલચ આપીને ભોળવી હતી

પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, આરોપીએ બાળકીને ચોકલેટની લાલચ આપીને ભોળવી હતી. ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ભારે રોષ અને ચિંતા ફેલાવી દીધી છે. સમાજના બધા વર્ગોમાં આ કૃત્યની કડક નિંદા કરવામાં આવી રહી છે અને આરોપીને કડક સજા મળે તેવી માંગ ઉઠાવી હતી. ત્યારે આજે 17 જાન્યુઆરીના રોજ ફાંસીની સજા ફટકારવામાં આવી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now