Home Gujarat Rajkot Holika Dahan Clash Two Groups Police Detain

રાજકોટમાં હોલિકા દહન દરમિયાન ઘર્ષણ : 2 જૂથો વચ્ચે બોલાચાલી, 3 યુવાનો અટકાયત

રાજકોટમાં હોલિકા દહન દરમિયાન ઘર્ષણ
Published by: OBS Bureau
Last Updated: Mar 03, 2026, 06:27 AM IST

Rajkot શહેરમાં હોલિકા દહન કાર્યક્રમ દરમિયાન બે યુવા જૂથો વચ્ચે અચાનક ઘર્ષણ સર્જાતા તણાવનો માહોલ ઊભો થયો હતો. મળત માહિતી મુજબ, હિન્દુ અને અન્ય ધર્મના કેટલાક યુવાનો વચ્ચે બોલાચાલી શરૂ થઈ હતી, જે બાદ પરિસ્થિતિ તંગ બની હતી.
સ્થાનિક લોકોની સમજદારી અને હસ્તક્ષેપથી બંને જૂથોના યુવાનોને તરત જ છૂટા પાડવામાં આવ્યા હતા, જેથી મોટો બનાવ ટળી ગયો. ઘટનાની જાણ થતા જ રાજકોટ પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. DCP સહિત ઉચ્ચ અધિકારીઓએ પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી.

3 યુવાનોની ધરપકડ

પોલીસે ઘટનામાં સંડોવાયેલા ત્રણ યુવાનોની અટકાયત કરી છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે શહેરવાસીઓને શાંતિ જાળવવાની અપીલ કરી છે અને તહેવારના પ્રસંગે અફવાઓથી દૂર રહેવા સૂચના આપી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now