Home Gujarat Rainy Conditions Will Continue In Gujarat For Seven Days

સાત દિવસ ગુજરાતમાં રહેશે વરસાદી માહોલ : ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ધોધમારની આગાહી

સાત દિવસ ગુજરાતમાં રહેશે વરસાદી માહોલ
Published by: OBS Bureau
Last Updated: Jul 02, 2025, 03:52 AM IST

હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 7 દિવસ ગુજરાત રાજ્યમાં વરસાદી માહોલ છવાયેલો રહેશે. ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે થી અતિભારે વરસાદની શક્યતા છે. ખાસ કરીને બનાસકાંઠા, અરવલ્લી, મહિસાગર, દાહોદ અને પંચમહાલ જિલ્લાઓમાં ધૂંઆધાર વરસાદ પડી શકે છે.

અતિભારે વરસાદ માટે ચેતવણી આપવામાં આવેલી છે, ખાસ કરીને દક્ષિણ અને પૂર્વ ગુજરાતમાં. નવસારી, વલસાડ, દમણ અને દાદરા-નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે, જ્યારે નર્મદા, સુરત, તાપી, ડાંગ અને ભરૂચમાં પણ ભારે વરસાદ વરસી શકે છે.

માછીમારો માટે ચેતવણી: દરિયાઈ હવામાન અસ્થિર રહેવાને કારણે આગામી 5 દિવસ માટે દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે.

હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી અનુસાર 3 થી 7 જુલાઈ દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદની શક્યતા છે. તેમનું કહેવું છે કે કેટલાક વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા અને ઝોરદાર પવન સાથે વરસાદ થઈ શકે છે. દક્ષિણ અને મધ્ય ગુજરાત ઉપરાંત ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટાં પડવાની શક્યતા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now