Home Gujarat Rain Forecast For December 27 28 29 Gujarat Weather

હવામાન વિભાગની મોટી આગાહી : રાજ્યમાં કડકડતી ઠંડી વચ્ચે 3 દિવસ માવઠાની શક્યતા

હવામાન વિભાગની મોટી આગાહી
Published by: OBS Bureau
Last Updated: Dec 25, 2024, 05:32 AM IST

Gujarat Weather: ગુજરાતમાં કડકડતી ઠંડી વચ્ચે હવામાન વિભાગ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ તારીખ એટલે કે 26 થી 29 દરમિયાન અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. જેના કારણે ધરતી પુત્રની ચિંતામાં વધારો થયો છે. હવામાન વિભાગની આગાહી મુજબ ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ પડી શકે છે.

જ્યારે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં માવઠાની શક્યતા વયક્ત કરવામાં આવી છે. તેમજ મહિસાગર, પંચમહાલ, છોટાઉદેપુર, દાહોદમાં પણ વરસાદની શક્યતા છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં નર્મદા, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ સહિતના જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર પૂર્વ રાજસ્થાનથી પવન ફૂંકાતા અસર દેખાઈ છે.

રાજ્યમાં વહેલી સવારે ગાઠ ધુમ્મસની ચાદર
આ દરમિયાન ઉત્તર ભારતના પહાડી રાજ્યોમાં બરફ વર્ષા પડવાના કારણે ગુજરાતમાં ઠંડી વધી રહી છે. રાજ્યમાં મંગળવારે 10 ડિગ્રીથી 12 ડિગ્રીની આસપાસ લઘુતમ તાપમાન નોંધાયું હતું. નલિયામાં 7.5 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. સાથે સાથે અમદાવાદ શહેરમાં પણ ઠંડીનો પારો ગગડ્યો હતો. રાજ્યમાં વહેલી સવારે ગાઠ ધુમ્મસની ચાદર છવાયેલી રહી છે.

નલિયામાં 7.5 ડિગ્રી સાથે સૌથી ઠંડું શહેર
ગુજરાતમાં 7.5 ડિગ્રીથી લઈને 18.2 ડિગ્રી વચ્ચે લઘુતમ તાપમાન નોંધાયું હતું. જેમાં 7.5 ડિગ્રી લઘુતમ તાપમાન સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું હતું. જ્યારે ઓખામાં 18.2 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. આ ઉપરાંત ડીસામાં 12.8 ડિગ્રી, કેશોદમાં 10.1 ડિગ્રી, રાજકોટમાં 9 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.

અંબાલાલ પટેલે કમોસમી વરસાદની કરી આગાહી
બીજી તરફ અંબાલાલ પટેલની આગાહી અનુસાર ઉત્તર ગુજરાતના ભાગોમાં કમોસમી વરસાદ પડવાની સંભાવના છે. પંચમહાલ સહિત વલસાડ સુધી વરસાદ પડી શકે છે. 25થી 28 ડિસેમ્બર સુધી પશ્ચિમિ વિક્ષેપ રહેશે જેના પગલે વરસાદ પડી શકે છે. રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે. પશ્ચિમિ વિક્ષેપ ગયા બાદ આકરી ઠંડી પડી શકે છે. ઉતરાયણ પછી હવામાનમાં વધારે પલટો આવે તેવી પણ આગાહી કરવામાં આવી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now