Home Gujarat Rain Could Be The Villain In The Ipl Final At Ahmedabad

IPLની ફાઈનલમાં વરસાદ બની શકે છે વિલન! : આજે અમદાવાદ સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી

IPLની ફાઈનલમાં વરસાદ બની શકે છે વિલન!
Published by: OBS Bureau
Last Updated: Jun 03, 2025, 08:49 AM IST

Rainfall Alert: હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છેકે, આગામી 8 જૂન સુધી અમદાવાદ સહિત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વરસાદી માહોલ રહેશે. જે અંતર્ગત આજે પણ અમદાવાદમાં વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના પણ વ્યક્ત કરાઈ છે. મધ્ય ગુજરાતના કેટલાંક ભાગોમાં પણ વરસાદી માહોલ જોવા મળશે. અંબાલાલ પટેલે પણ આગાહી કરી છેકે, આજે અમદાવાદ અને ગાંધીનગરમના કેટલાંક ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ થઈ શકે છે.


ઉલ્લેખનીય છેકે, આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આઈપીએલની ફાઈનલ રમાનાર છે. આઈપીએલની ફાઈનલમાં પહેલીવાર પંજાબ અને બેંગલુરું વચ્ચે ટક્કર થવાની છે. ક્રિકેટના આ મહામુકાબલામાં એક તરફ હશે કિંગ કોહલી અને બીજી તરફ હશે શ્રેયશ અય્યર. પંજાબ અને બેંગલુરું બન્ને પાસે પહેલીવાર આઈપીએલનો કપ જીતવાનો મોકો છે. આ મેચ જોવા માટે એક લાખ કરતા પણ વધારે ક્રિકેટ ચાહકો ઉમટી પડશે. ત્યારે વરસાદ વિલન બનીને મેચની મજા બગાડી શકે તેવી સંભાવના છે. 


હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી IPLની ફાઇનલ મેચમાં વરસાદ વિધ્ન બની શકે છે. તેમજ શહેરના કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટા પડે તેવી આગાહી કરવામાં આવી છે. હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે આજે અમદાવાદ સહિત રાજ્યના કેટલાંક ભાગોમાં વરસાદની આગાહી કરી છે.સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ભારે વરસાદ પડી શકે છે.


જોકે, ક્રિકેટ ચાહકોએ ટેન્શન લેવાની જરૂર નથી. ગ્રાઉન્ડ ખરાબ થવાથી મેચ અટકશે એવું નહીં બને, કારણ કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ એક અત્યાધુનિક સબ-સોઇલ ડ્રેનેજ સિસ્ટમથી સજ્જ છે. તેથી વરસાદી પાણી મેચની મજા નહીં બગાડી શકે. હાઈટેક ટેકનોલોજીને કારણે માત્ર અડધો કલાકમાં તો સ્ટેડિયમ કોરુંકટ થઈ શકે છે. આ અદ્યતન સેટઅપ IPL 2025 ક્વોલિફાયર 2 દરમિયાન પણ અસરકારક સાબિત થયું. વરસાદના કારણે વિલંબ થયો, જોકે વરસાદ બાદ તરત જ મહામુકાબલો યોજાયો હતો. 

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now