Home International Rahul Gandhi Slams Election Commission On Maharashtra Assembly Elections

'સિસ્ટમમાં કંઈક મોટી ગરબડ છે...' : રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ પર ઉઠાવ્યા સવાલ

'સિસ્ટમમાં કંઈક મોટી ગરબડ છે...'
Published by: OBS Bureau
Last Updated: Apr 21, 2025, 08:31 AM IST

Rahul Gandhi News : વિદેશ પ્રવાસ પર ગયેલા રાહુલ ગાંધીએ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મતદારોની સંખ્યા અને મતદાનની ટકાવારીમાં વિસંગતતા પર સવાલો ઉઠાવ્યા છે.

રાહુલ ગાંધીનાં નિશાને ઈલેક્શન કમિશન : વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ તેમના વિદેશ પ્રવાસ પર ભારતીય લોકશાહી અને ચૂંટણી પંચ પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે. આ પ્રવાસ દરમિયાન એક કાર્યક્રમને સંબોધતા રાહુલ ગાંધીએ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મતદારોની સંખ્યા અને મતદાનની ટકાવારીમાં મોટા પાયે ગેરરીતિઓ તરફ ઈશારો કરતા ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા હતા અને ચૂંટણી પંચને ભીંસમાં મૂક્યું હતું.

રાહુલ ગાંધી દ્વારા ઉઠાવવામાં આવેલા આ સવાલોનો ભાજપે પણ જવાબ આપ્યો છે અને પૂછ્યું છે કે રાહુલ ગાંધી જ્યારે વિદેશની ધરતી પર જાય છે ત્યારે જ લોકશાહી પર સવાલ કેમ ઉઠાવે છે?

અમેરિકાના પ્રવાસે ગયેલા લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કહ્યું, "સાદા શબ્દોમાં કહીએ તો મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં યુવાનોની સંખ્યા કરતાં વધુ વોટ પડ્યા હતા. આ હકીકત છે. અમને સાંજના 5:30 વાગ્યા સુધી મતદાનના આંકડા મળ્યા હતા, પરંતુ સાંજે 5:30 થી 7:30 વાગ્યાની વચ્ચે, જ્યારે મતદાન સમાપ્ત થવું જોઈતું હતું ત્યારે 65 લાખ લોકોએ મતદાન કર્યું હતું." કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું, "હવે વિચારો, આ શારીરિક રીતે શક્ય નથી, કારણ કે એક વ્યક્તિને પોતાનો મત આપવા માટે લગભગ 3 મિનિટનો સમય લાગે છે. જો આપણે ગણતરી કરીએ તો તેનો અર્થ એ છે કે લોકો રાતના 2 વાગ્યા સુધી લાઈનમાં ઉભા હતા અને આખી રાત મતદાન ચાલુ રહ્યું, જે સાચું નથી. આવું થયું નથી."

રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું કે, "અમે ચૂંટણી અધિકારીઓને પૂછ્યું કે શું વોટિંગની વીડિયોગ્રાફી થઈ રહી છે. તેઓએ ના પાડી અને કહ્યું કે કાયદો પણ બદલાઈ ગયો છે. હવે તમે વોટિંગની વીડિયોગ્રાફીની માંગ પણ કરી શકતા નથી." રાહુલ ગાંધીએ કહ્યું, "જેથી અમારા માટે એ સ્પષ્ટ થઈ ગયું કે ચૂંટણી પંચે તેની નિષ્પક્ષતા સાથે સમાધાન કર્યું છે. સિસ્ટમમાં કંઈક મોટી ગડબડ છે, તે સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. અમે આ વાત ખુલ્લેઆમ કહી ચુક્યા છીએ અને મેં પોતે ઘણી વખત આ વાતનું પુનરાવર્તન કર્યું છે."

ચૂંટણી પંચે આ સવાલોના જવાબ આપ્યા

જો કે મહારાષ્ટ્ર ચૂંટણીને લઈને રાહુલ ગાંધી જે સવાલો ઉઠાવી રહ્યા છે. આ સવાલોના જવાબ ચૂંટણી પંચ દ્વારા સતત આપવામાં આવ્યા છે. ચૂંટણી પંચના મતે રાહુલ ગાંધી અને કોંગ્રેસના નેતાઓ દ્વારા લગાવવામાં આવેલા આરોપો સંપૂર્ણપણે પાયાવિહોણા છે. ચૂંટણી પંચ દ્વારા આ અંગેનો ડેટા પણ જાહેર કરવામાં આવ્યો છે. ચૂંટણી પંચ પાસેથી મળેલી માહિતી અનુસાર મહારાષ્ટ્ર વિધાનસભામાં 9 કરોડથી વધુ મતદારો હતા પરંતુ મહારાષ્ટ્રની મતદાર યાદીમાં સુધારા માટે માત્ર 89 અપીલ કરવામાં આવી હતી. તેમાંથી 89 જિલ્લા ચૂંટણી અધિકારી કક્ષાએ ઉકેલાઈ ગયા હતા, જ્યારે એક ફરિયાદ બાદમાં રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી (CO) સુધી પહોંચી હતી. સુનાવણી બાદ તેનું પણ સમાધાન થયું હતું.

આવા સંજોગોમાં ચૂંટણીપંચ દ્વારા એવો સવાલ ઉઠાવવામાં આવ્યો છે કે જ્યારે તમામ રાજકીય પક્ષો અને તેમના પ્રતિનિધિઓને મતદાન પહેલા મતદાર યાદીની સંપૂર્ણ માહિતી આપવામાં આવે છે તો પછી ગેરરીતિના આક્ષેપો કેમ નથી થતા અને પરિણામ આવ્યા બાદ જ તથ્યથી પરના આવા આક્ષેપો કેમ કરવામાં આવે છે.

મતદાનની ટકાવારી પર ચૂંટણી પંચે આ વાત કહી

આ સાથે ચૂંટણી પંચે મતદાનની વધેલી ટકાવારી પર પ્રતિક્રિયા આપતાં કહ્યું છે કે મતદાનની ટકાવારી અંગે પણ અંદાજો લગાવવામાં આવી રહ્યા છે. આ આક્ષેપો તદ્દન પાયાવિહોણા છે કારણ કે રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ અને તેમના ઉમેદવારો જ્યાં સુધી મતદાન ચાલુ હોય ત્યાં સુધી મતદાન મથક પર હાજર હોય છે અને મતદાન પૂર્ણ થયા બાદ તેઓ ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલા ફોર્મ પર સહી કરે છે. તે પછી જ મતપેટી (EVM) સીલ કરવામાં આવે છે. આવી સ્થિતિમાં ચૂંટણી પંચે વિપક્ષી પાર્ટીઓના તમામ આરોપોને ફગાવી દીધા છે, પરંતુ આ બધું હોવા છતાં રાહુલ ગાંધીએ ફરી એકવાર વિદેશની ધરતી પર જઈને ચૂંટણી પંચ અને ચૂંટણી પ્રક્રિયા પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
લોકસભામાં અમિત શાહનો લલકાર
‘હોર્મુઝ સ્ટ્રેટ ખોલો, નહીં તો...’,
ફોન પર પ્રતિબંધથી 75% વિદ્યાર્થીઓની એકાગ્રતામાં થયો મોટો વધારો!
એ...એ...ગયા!
વિદેશી ફોટોગ્રાફરે હાથીને ગુલાબી રંગીને કહ્યું- 'I DON'T USE AI'
Play Video