લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અચાનક શનિવાર (1 માર્ચ, 2025)ના રોજ નવી દિલ્લી રેલવે સ્ટેશન પર પહોંચ્યા. તેઓ ખેડૂતોને મળ્યા હતા અને તેમની સ્થિતિ વિષયે પૂછપરછ કરી હતી. નવી દિલ્લી રેલવે સ્ટેશન પર ભાગદોડનો ઉલ્લેખ કરતા કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ વર્ણવ્યું કે કેવી રીતે પ્લેટફોર્મ પર કુલિયાઓએ લોકોની મદદ કરી હતી. આ દરમિયાન તેમણે કેન્દ્ર સરકારની આકરી ટીકા કરી હતી.
ભૂલમાંથી શીખવું પડશેઃ રાહુલ ગાંધી
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે, ઘણીવાર સૌથી અંધકારમય સમયમાં માનવતાનો પ્રકાશ સૌથી વધુ ચમકતો હોય છે. તેમણે કહ્યું, "નવી દિલ્લી રેલવે સ્ટેશન પર ભાગદોડ દરમિયાન કૂલી બ્રધર્સે માનવતાનું ઉદાહરણ રજૂ કરીને ઘણા મુસાફરોનો જીવ બચાવ્યો હતો. આ માટે હું આજે દેશવાસીઓ તરફથી તેમનો આભાર માનું છું, પરંતુ આવા અકસ્માતોમાંથી શીખવું જરૂરી છે. ભીડ નિયંત્રણ, આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ, વધુ સારી માળખાગત સુવિધાઓ અને કટોકટીની વ્યવસ્થાઓને મજબૂત કરીને આને અટકાવી શકાય છે. આશા છે કે, સરકાર આ દિશામાં નક્કર પગલાં લેશે જેથી તમામ વર્ગના મુસાફરો સલામત રીતે મુસાફરી કરી શકે.
કુલીઓએ રાહુલ ગાંધી સામે મુકી આ માગ
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કુલીઓ સાથે 40 મિનિટ વિતાવી હતી. કુલિાઓએ રાહુલ ગાંધીને મેડિકલ સહિત અનેક માગો કરી. તેમણે જણાવ્યું કે અમને ખુશી છે કે રાહુલ ગાંધી અહીં અમને મળવા આવ્યા છે. આ પહેલીવાર નથી જ્યારે રાહુલ ગાંધી રેલવે સ્ટેશન પર ઉતર્યા હોય. વર્ષ 2023માં તેમણે આનંદ વિહાર રેલવે સ્ટેશનની મુલાકાત લીધી હતી. આનંદ વિહારમાં, તેમણે કૂલીનો ડ્રેસ પહેર્યો હતો અને માથા પર સામાન રાખ્યો હતો. છેલ્લા કેટલાક વર્ષોમાં, ઘણા પ્રસંગોએ જોવા મળ્યું છે કે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સામાન્ય લોકો પાસે જાય છે અને તેમની સાથે વાતચીત કરે છે. ગત વર્ષે ડિસેમ્બરમાં રાહુલ ગાંધી શાકભાજી ખરીદવા માટે બજારમાં ગયા હતા, જ્યાં તેમણે મહિલાઓને તેમની અવરજવર અને સમસ્યાઓ વિશે પૂછ્યું હતું.





