Home Education/Career Qr Code Scams Are On Rise Here Is Tips To Prevent Online Scams

તમારી એક ભૂલ અને સમજો ખાતુ ખાલી : આવી રીતે બચો સાયબર ગઠિયાઓથી

તમારી એક ભૂલ અને સમજો ખાતુ ખાલી
Published by: OBS Bureau
Last Updated: Jan 25, 2025, 05:21 AM IST

ટેકનોલોજી એડવાન્સ થાય છે તો ઠગબાજો પણ એડવાન્સ થાય જ છે એટલા માટે જ આજકાલ સાયબર ફ્રોડના કિસ્સાઓ ઝડપથી વધી રહ્યા છે. સાયબર ઠગ લોકોને અલગ-અલગ રીતે ટાર્ગેટ કરે છે. આવી એક પદ્ધતિ એટલે QR કોડ સ્કેમ. આમા ઠગબાજ એક QR કોડ મોકલે છે અને તે સ્કેન થતાં જ ખાતું ખાલી થઈ જાય છે. બેંગલુરુમાં એક પ્રોફેસરને આવા સ્કેમમાં 63,000 રૂપિયા ગુમાવવાનો વારો આવ્યો હતો.

QR કોડ સ્કેમ કેવી રીતે થાય છે?
સ્કેમર્સ લોકોને નકલી QR કોડ મોકલશે. ઘણી વખત એવું પણ જોવા મળ્યું છે કે જાહેર સ્થળ પર આવા QR કોડ મુકવામાં આવે છે. જે સ્કેન કરતાં ફિશિંગ વેબસાઇટ અથવા આવા પેજ પર લઈ જશે, જ્યાંથી યુઝરના ફોનમાં માલવેર ઇન્સ્ટોલ થાય અને તેમને ખબર પણ ના પડે.

માલવેર ડાઉનલોડ કર્યા પછી મોટો ખતરો
એકવાર ફોન પર માલવેર ડાઉનલોડ થઈ જાય પછી, સ્કેમર્સ તમામ પર્સનલ માહિતી લીક કરી શકે છે. ઘણા કિસ્સાઓમાં, તેઓ ફોનનો સંપૂર્ણ ઍક્સેસ લઈ લે છે. અને પછી ભોગવવાનું યુઝરે આવે.

આવા સ્કેમથી પોતાને કેવી રીતે બચાવવું?
આનાથી સુરક્ષિત રહેવા માટે, વ્યક્તિએ સાવચેત રહેવાની જરૂર છે. જો તમે QR કોડ દ્વારા પેમેન્ટ કરી રહ્યા છો, તો પહેલા રિસીવર સાથે વેરિફિકેશન કરો. પૈસા મોકલતા પહેલા, ખાતરી કરો કે જ્યારે કોડ સ્કેન કરવામાં આવે ત્યારે રિસીવરનું નામ દેખાય છે કે નહીં. આ સિવાય કોઈપણ અજાણ્યા વ્યક્તિને મળવાનું ટાળો અને સાર્વજનિક સ્થળો પર પોસ્ટ કરાયેલા QR કોડને સ્કેન કરવાનું ટાળો.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now