Home International Putins Poop Suitcase Protecting Health Secrets During Us Visit

શું હોય છે પૂપ સૂટકેસ? : પુતિનની સુરક્ષા માટે બોડીગાર્ડ સાથે લઈને ગયા હતા અલાસ્કા

શું હોય છે પૂપ સૂટકેસ?
Published by: OBS Bureau
Last Updated: Aug 18, 2025, 05:09 PM IST

શુક્રવારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે અલાસ્કામાં યોજાયેલી બેઠક દરમિયાન કડક સુરક્ષા વ્યવસ્થા જોવા મળી. પરંતુ આ સુરક્ષા વચ્ચે એક અનોખી બાબત ખાસ ચર્ચામાં રહી – પુતિન સાથે લાવવામાં આવેલી ‘પૂપ સૂટકેસ’.

સૂટકેસનો હેતુ

આ ખાસ સુટકેસમાં દસ્તાવેજો કે શસ્ત્રો નહીં, પરંતુ પુતિનનો મળમૂત્ર એકત્રિત કરવામાં આવે છે, જેથી કોઈ વિદેશી શક્તિ તેમની સ્વાસ્થ્ય સંબંધિત માહિતી મેળવી ન શકે. નિષ્ણાતોનું કહેવું છે કે મળમૂત્રની તપાસથી વ્યક્તિના સ્વાસ્થ્ય વિશે મહત્વપૂર્ણ વિગતો બહાર આવી શકે છે.

બોડીગાર્ડ્સની ખાસ ભૂમિકા

રશિયન ફેડરલ સિક્યુરિટી સર્વિસ (FPS)ના અધિકારીઓ પુતિનની વિદેશ યાત્રાઓ દરમિયાન તેમના કચરાને એકત્રિત કરીને ખાસ બેગમાં મૂકે છે અને ત્યારબાદ તેને સૂટકેસ મારફતે રશિયા પરત લાવે છે. આ પદ્ધતિ ઘણા વર્ષોથી અપનાવવામાં આવી રહી છે.

અગાઉ પણ કર્યું હતું આવુ

અહેવાલો મુજબ, 2017માં ફ્રાન્સ યાત્રા દરમિયાન પણ આવું જ કરવામાં આવ્યું હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 1999માં વિયેના મુલાકાત સમયે પણ આવો જ પ્રોટોકોલ અપાયો હતો.

પુતિનના સ્વાસ્થ્ય પર પ્રશ્નો

વર્ષોથી પુતિનના સ્વાસ્થ્યને લઈને શંકાઓ વ્યક્ત થતી આવી છે. ગયા વર્ષે કઝાકિસ્તાનની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેમના પગના હલનચલન તથા 2023માં બેલારુસના રાષ્ટ્રપતિ સાથેની બેઠકમાં ખુરશી પર ધ્રુજારી જેવી ઘટનાઓએ તેમના સ્વાસ્થ્ય અંગે અટકળોને બળ આપ્યું હતું. પાર્કિન્સન જેવા રોગની શંકા પણ વારંવાર ઉઠાવવામાં આવી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
ઈરાનની મિસાઈલ પર ભારતનું નામ?
અહીં ઉંઘીને લોકો મેળવે છે ભવિષ્યના સંકેત
ઈઝરાયેલી ટેન્કોનું કબ્રસ્તાન બન્યો આ દેશ
વૈશ્વિક બજારમાં ઉથલપાથલ
Bab al-Mandeb Strait ને કેમ કહેવામાં આવે છે Gate of Tears?