Home Entertainment Pushpa 2 Will Be Released With Incresed Length

પુષ્પાના ચાહકોને ભેટ : નવા ફૂટેજ સાથે સિનેમાઘરોમાં રિલીઝ થશે પુષ્પા 2, ફિલ્મની વધી લંબાઈ..

પુષ્પાના ચાહકોને ભેટ
Published by: OBS Bureau
Last Updated: Jan 08, 2025, 04:21 PM IST

અલ્લૂ અર્જુનની ધૂમ મચાવી રહેલી ફિલ્મ પુષ્પા 2 બોક્સ ઓફિસ પર રાજ કરી રહી છે.રિલીઝ થયાને એક મહિનો થયા છતા તેનો જલવો યથાવત છે. હવે પુષ્પા 2નું રિલોડેડ વર્ઝન સિનેમાઘરોમાં આવી રહ્યું છે. દર્શકોને વધારાના ફૂટેજ સાથે આ ફિલ્મ જોવાનો મોકો મળશે. મેકર્સના આ નિર્ણયથી ફિલ્મની લંબાઈ વધી જશે. અને આ જ મહિનાથી ફિલ્મ વધારાની લંબાઈ સાથે સિનેમાઘરોમાં રિલીઝ થશે.

આ તારીખથી થશે રિલીઝ

મૈત્રી મૂવીઝ મેકર્સના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એક પોસ્ટ શેર કરવામાં આવી છે. કહેવામાં આવ્યું હતું કે ફિલ્મનું રીલોડેડ વર્ઝન 11 જાન્યુઆરી 2025થી સિનેમાઘરોમાં બતાવવામાં આવશે. નવા એપિસોડ ઉમેરવાથી ફિલ્મની અવધિ લગભગ 20 મિનિટ વધી જશે. હવે તેનો કુલ રનટાઇમ 3 કલાક 40 મિનિટનો રહેશે.


કરોડોમાં છે પુષ્પાની કમાણી

ફિલ્મ પુષ્પા 2 5 ડિસેમ્બરે આખા ભારતમાં રિલીઝ થઈ છે. કમાણીના મામલામાં તે પહેલા જ દિવસથી તમામ રેકોર્ડ તોડી રહી છે. અત્યાર સુધીમાં ફિલ્મ 1201 કરોડથી વધારેની કમાણી કરી છે. હિન્દી બેલ્ટમાં પણ ફિલ્મ કમાલ કરી રહી છે. ટૂંક સમયમાં આ ફિલ્મ હિન્દી ભાષામાં 800 કરોડના ક્લબમાં પ્રવેશવા જઈ રહી છે. અત્યાર સુધીમાં તેણે હિન્દી ભાષામાં 793.2 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. આ હિન્દીમાં નંબર વન ફિલ્મ બની ગઈ છે. એ જોવું રસપ્રદ રહેશે કે લંબાવેલા સમયગાળા પછી દર્શકોનો ફિલ્મ પ્રત્યેનો ક્રેઝ કેટલો વધે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now