Home Entertainment Pushpa 2 Continues To Earn Strong Even On The 53rd Day

યે હે પુષ્પા કા જલવા : 53માં દિવસે પણ પુષ્પા 2ની દમદાર કમાણી, નથી અટકી રહ્યો નોટ છાપવાનો સિલસિલો

યે હે પુષ્પા કા જલવા
Published by: OBS Bureau
Last Updated: Jan 27, 2025, 03:30 PM IST

અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પા 2 બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. રિલિઝના 50 દિવસ બાદ પણ તે દર્શકોના મનને પસંદ આવી રહી છે અલ્લુ અર્જુન અભિનીત ફિલ્મ 'પુષ્પા 2' 5 ડિસેમ્બર 2024 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. ત્યારથી, આ ફિલ્મ બોક્સ ઓફિસ પર રાજ કરી રહી છે. રિલીઝના ૫૦ દિવસ પછી પણ, 'પુષ્પા ૨'નો ક્રેઝ દર્શકોમાં હજુ પણ વધી રહ્યો છે. તે ઘણી નવી રિલીઝ થયેલી ફિલ્મો કરતાં વધુ કમાણી કરી રહી છે.

પુષ્પા 2ની રિલીઝને બે મહિના જેવો સમય થવા આવ્યા છે. તેમ છતા તે અનેક શહેરોમાં ચાલી રહી છે. રેકોર્ડ બ્રેક પર્ફોર્મન્સ સાથે તે દેશની સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ બની ગઈ છે. પુષ્પાએ અનેક નવા રેકોર્ડ સેટ કર્યા છે. અને હજુ પણ તેનો કમાણીનો સિલસિલો યથાવત જ છે. હવે, ફિલ્મ રિલીઝના આઠમા અઠવાડિયામાં પ્રવેશી ગઈ છે અને તે હજુ પણ બોક્સ ઓફિસ પર પ્રભુત્વ ધરાવે છે.

અહેવાલો અનુસાર પુષ્પા 2 એ રિલીઝના 53માં દિવસે 1 કરોડની કમાણી કરી છે. આ સાથે પુષ્પા ફિલ્મની કૂલ કમાણી 1232 કરોડ રૂપિયાને પાર કરી ગઈ છે.પુષ્પા 2 નવી રિલીઝ થયેલી ફિલ્મો ગેમ ચેન્જર, ઈમરજન્સી, આઝાદ, ફતેહ અને હવે સ્કાય ફોર્સ સામે ઝૂકવા તૈયાર નથી. ફિલ્મની કમાણીની ગતિ ધીમી પડી હોવા છતાં, તે હજુ પણ દરરોજ તેના કુલ કલેક્શનમાં વધારો કરી રહી છે. આવી સ્થિતિમાં, 'પુષ્પા 2' 1250 કરોડ રૂપિયાનો આંકડો પાર કરી શકશે કે નહીં તે જોવું રસપ્રદ રહેશે. જોકે, આ સીમાચિહ્ન પાર કરવું એટલું સરળ નથી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now