Home Gujarat Purnesh Modi Elected As Deputy Speaker Of The Legislative Assembly With A Majority

વિધાનસભાના ઉપાધ્યક્ષ પદને લઈ રાજકીય ચર્ચાનો અંત : પૂર્ણેશ મોદી બહુમતીથી ચૂંટાયા, ઉપાધ્યક્ષ બન્યા બાદ વિપક્ષ નેતા ડો. તુષાર ચૌધરીની બાજુમાં સ્થાન લીધું

વિધાનસભાના ઉપાધ્યક્ષ પદને લઈ રાજકીય ચર્ચાનો અંત
Play Video
Published by: OBS Bureau
Last Updated: Feb 16, 2026, 12:14 PM IST

ગુજરાત વિધાનસભામાં ઉપાધ્યક્ષ પદ માટે યોજાયેલી ચૂંટણી સાથે રાજકીય ચર્ચાઓનો અંત આવ્યો છે. ઉપાધ્યક્ષ તરીકે પૂર્ણેશ મોદી બહુમતીથી ચૂંટાયા હતા. મતવિચારણા બાદ તેમની સત્તાવાર જાહેરાત કરવામાં આવી અને ગૃહમાં તેમને ઉપાધ્યક્ષ તરીકે સ્વીકારવામાં આવ્યા.

પૂર્ણેશ મોદી બહુમતીથી ચૂંટાયા

ચૂંટણી દરમિયાન કોંગ્રેસના દિનેશ ઠાકોરએ શૈલેષ પરમારના નામનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો, જ્યારે જીતુ વાઘાણીએ પૂર્ણેશ મોદીના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો. મતવિચારણા દરમિયાન શૈલેષ પરમારના સમર્થનમાં પૂરતી બહુમતી મળી નહોતી અને તેમનો પ્રસ્તાવ અસ્વીકાર થયો હતો. બીજી તરફ પૂર્ણેશ મોદીના સમર્થનમાં બહુમતી ધારાસભ્યોનો ટેકો મળતા તેઓ ઉપાધ્યક્ષ તરીકે ચૂંટાઈ આવ્યા હતા.

ઉપાધ્યક્ષ બન્યા બાદ વિપક્ષ નેતા ડો. તુષાર ચૌધરીની બાજુમાં સ્થાન લીધું

આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ કોઈપણ ઉમેદવારને ટેકો આપ્યો નહોતો અને ‘NOTA’નો વિકલ્પ પસંદ કર્યો હતો, જેના કારણે રાજકીય વર્તુળોમાં ચર્ચા સર્જાઈ હતી. ઉપાધ્યક્ષ તરીકે જાહેરાત બાદ પૂર્ણેશ મોદીએ ગૃહમાં વિપક્ષ નેતા ડો. તુષાર ચૌધરીની બાજુમાં સ્થાન લીધું હતું. સંસદીય મંત્રી ઋષિકેષ પટેલ તેમને તેમના સ્થાન સુધી દોરી ગયા હતા. આ સાથે વિધાનસભાના ઉપાધ્યક્ષ પદની ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થઈ હતી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now