Home International Punjab News Ropad Dig Harcharan Bhullar Arrested By Cbi In Bribery Case

પંજાબના DIG હરચરણ સિંહ ભુલ્લરની ધરપકડ : 500,000 ની લાંચ લેવાના આરોપમાં CBI એ કર્યા અરેસ્ટ

પંજાબના DIG હરચરણ સિંહ ભુલ્લરની ધરપકડ
Published by: OBS Bureau
Last Updated: Oct 16, 2025, 12:25 PM IST

DIG Arrest in Punjab: ગુરુવારે બપોરે (16 ઓક્ટોબર, 2025) CBI એ પંજાબના રોપર રેન્જના DIG હરચરણ સિંહ ભુલ્લરની ધરપકડ કરી હતી. આ ધરપકડ એક હાઇ-પ્રોફાઇલ લાંચ કેસ સાથે સંબંધિત હોવાનું માનવામાં આવે છે. મંડી ગોવિંદગઢના એક ભંગાર વેપારીએ DIG પર 5 લાખ રૂપિયાની લાંચ લેવાનો આરોપ લગાવ્યો હોવાનું કહેવાય છે. પોલીસે હજુ સુધી આ બાબતે કોઈ સત્તાવાર નિવેદન જારી કર્યું નથી.

સૂત્રોના જણાવ્યા અનુસાર, DIGb ને લાંચ લેતી વખતે રંગેહાથ ધરપકડ કરવામાં આવી હતી. ફતેહગઢ સાહિબના રહેવાસી ફરિયાદીએ આરોપ લગાવ્યો હતો કે DIG ભુલ્લરે કેસ પતાવવા માટે મોટી રકમની માંગણી કરી હતી અને પ્રથમ હપ્તો ચૂકવવા માટે તેમને તેમની મોહાલી ઓફિસમાં બોલાવ્યા હતા. આ માહિતીના આધારે, CBIની ટીમે દરોડો પાડ્યો અને DIG ની સ્થળ પર ધરપકડ કરી.

લાંબા સમયથી મળી રહી હતી ફરિયાદો

CBI ને લાંબા સમયથી ફરિયાદો મળી રહી હતી, જેમાં આરોપ મૂકવામાં આવ્યો હતો કે આ વરિષ્ઠ અધિકારીએ કેસોમાં રાહતના બદલામાં પૈસાની માંગણી કરી હતી. આ માહિતીના આધારે, એજન્સીએ પ્લાન બનાવ્યો અને ટ્રેપ ઓપરેશનને અંજામ આપ્યો. અધિકારીએ ₹5 લાખની લાંચ સ્વીકારતાની સાથે જ, CBI ટીમે ઘટનાસ્થળે દરોડો પાડ્યો અને તેને રંગેહાથ ધરપકડ કરી. શોધખોળમાં રોકડના બંડલ પણ મળી આવ્યા હોવાનું સામે આવ્યું.

ઓફિસ અને નિવાસસ્થાન પર પાડ્યા દરોડા

ધરપકડ બાદ, ટીમે DIGની ઓફિસ અને નિવાસસ્થાન પર દરોડા પાડ્યા. તપાસકર્તાઓને શંકા છે કે તેમને ભ્રષ્ટાચારથી મેળવેલી સંપત્તિ સંબંધિત દસ્તાવેજો મળી શકે છે. CBIના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે આરોપી સામે ભ્રષ્ટાચાર નિવારણ કાયદા હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે, અને તેની પૂછપરછ ચાલુ છે. ધરપકડથી પોલીસ વહીવટીતંત્રમાં ખળભળાટ મચી ગયો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
હવે જામશે ખરાખરીનો જંગ!
શું ફરી એકવાર દેશમાં કંઈક મોટું થવાનું છે?
ભારતના પરમ મિત્ર રશિયાના નિર્ણયથી ભારતની ચિંતા વધી
બાંગ્લાદેશમાં ભયાનક દુર્ઘટના
હોર્મુઝ સ્ટ્રેટ પર ઈરાનનો મોટો નિર્ણય