મહારાષ્ટ્રના પૂણેમાં સ્વારગેટ બસ સ્ટેન્ડ પર એક સગીરા દુષ્કર્મનો ભોગ બની છે. પરિવહન વિભાગે તાત્કાલિક અસરથી ડેપોના 23 સુરક્ષા ગાર્ડને સસ્પેન્ડ કર્યા છે. પ્રતાપ સરનાઈક મહારાષ્ટ્રના પરિવહન મંત્રી છે. પરિવહન મંત્રીએ નવા સુરક્ષા ગાર્ડ્સને ગુરુવાર (27 ફેબ્રુઆરી)થી કામ પર આવવાનો આદેશ આપ્યો છે
ઘટના બાદ આરોપી ફરાર
ડેપો મેનેજર અને ટ્રાફિક કંટ્રોલરની પૂછપરછ કરવામાં આવશે અને એક અઠવાડિયાની અંદર તપાસનો અહેવાલ સુપરત કરવામાં આવશે. રિપોર્ટ ટ્રાન્સપોર્ટ કમિશનરને સુપરત કર્યા બાદ કાર્યવાહી કરવામાં આવશે. પરિવહન મંત્રી પ્રતાપ સરનાઇકે આ સંબંધમાં ગુરુવારે બપોરે 12.30 વાગ્યે બેઠક બોલાવી છે.
દોષિતોને કડક સજા કરાશેઃ અજિત પવાર
મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારે કહ્યું, 'પુણેના સ્વારગેટ બસ સ્ટેન્ડ પર બળાત્કારની ઘટના અત્યંત શરમજનક, પીડાદાયક અને સભ્ય સમાજના દરેક સભ્ય માટે ગુસ્સો અપાવે એવી છે. રાજ્ય સરકાર આરોપીઓને કડક સજા મળે તે સુનિશ્ચિત કરવા માટે તમામ જરૂરી પગલાં લેશે. મહારાષ્ટ્રના તમામ ભાઈઓ, બહેનો અને માતાઓને આ મારી ખાતરી છે.
તેમણે એમ પણ કહ્યું કે મહિલા અને બાળ વિકાસ મંત્રી અને રાજ્ય મહિલા આયોગના અધ્યક્ષને પણ પીડિતાને ન્યાય, માનસિક સમર્થન અને તમામ શક્ય મદદ પૂરી પાડવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.
શિવસેના UBTના નેતાઓએ વિરોધ પ્રદર્શન કર્યું
દરમિયાન, શિવસેના (યુબીટી)ના નેતા વસંત મોરેએ પક્ષના અન્ય નેતાઓ સાથે પૂણેમાં બળાત્કારની ઘટનાને લઈને સ્વારગેટ બસ સ્ટેન્ડ પર વિરોધ પ્રદર્શન કર્યું હતું. શિવસેના (યુબીટી)ના નેતા વસંત મોરેએ કહ્યું, "અહીં જે ઘટના બની તે સુરક્ષા કેબિનની સામે બની હતી. જો સુરક્ષા કેબિનની સામે કોઈ મહિલા પર બળાત્કાર કરવામાં આવે છે, તો કોઈને પણ ત્યાં બેસવાનો અધિકાર નથી.
#WATCH | Pune, Maharashtra: Shiv Sena (UBT) leader Vasant More along with other party leaders, holds a protest at the Swargate bus stand over the alleged rape of a 26-year-old woman. pic.twitter.com/du9aQCMJyL
— ANI (@ANI) February 26, 2025
ફલટણ જવા માટે બસ માટે આવી હતી સગીરા
દુષ્કર્મની આ ઘટના સવારે 5:30 વાગ્યાની આસપાસ બની હતી જ્યારે પીડિતા ફલટણ જવા માટે બસ ડેપોમાં આવી હતી. એ જ સમયે આરોપી દત્તાત્રેય રામદાસ ગાડે તેને ખોટી બસમાં બેસાડી અને દુષ્કર્મ આચર્યું. આ ઘટના ડેપોમાં બની હતી, જે સ્વારગેટ પોલીસ સ્ટેશનથી માત્ર 100 મીટર દૂર છે.
ખોટી બસમાં બળાત્કાર
પ્રાથમિક માહિતી અનુસાર પીડિતા સવારે 5:30 વાગ્યે બસ ડેપો પહોંચી હતી અને ફલટણ જતી બસ વિશે માહિતી લઈ રહી હતી. તે જ સમયે, આરોપી દત્તાત્રેય ગાડેએ તેને કહ્યું કે બીજી બાજુની શિવશાહી બસ પહેલા જશે. પીડિતાને શંકા થઈ, પરંતુ આરોપીના આગ્રહ પર તે બસમાં ચડી ગઈ. બસમાં ચઢ્યા બાદ તેણે તેના પર બળાત્કાર ગુજાર્યો હતો.
આ ઘટના બાદ પીડિતાએ આ ઘટના અંગે તેના પરિવારને જાણ કરી હતી, જેમણે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે સ્વારગેટ એસટી ડેપોના સીસીટીવી ફૂટેજની તપાસ કરીને દત્તાત્રેય ગાડેની ઓળખ કરી છે અને તેની શોધ ચાલી રહી છે.





