Home Gujarat Psi Fires On Accused In Limbdi Assault Case

લીંબડીમાં મારામારી કેસના આરોપી પર PSI નું ફાયરિંગ : રિકન્સ્ટ્રકશન દરમિયાન આરોપીએ છરી વડે હુમલો કર્યો, પોલીસે ધરબી પગમાં ગોળી

લીંબડીમાં મારામારી કેસના આરોપી પર PSI નું ફાયરિંગ
Play Video
Published by: OBS Bureau
Last Updated: Dec 30, 2025, 05:27 PM IST

Surendranagar Accused Attack : સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના શિયાણી ગામે આરોપીના રીકન્સ્ટ્રક્શન દરમિયાન આરોપી દેવરાજ બોરાણાએ પોલીસ પર છરી વડે હુમલો કર્યો છે. મારામારીના ગુનામાં આરોપી દેવરાજ બોરાણા દ્વારા પોલીસ કાર્યવાહી દરમિયાન અચાનક છરી વડે હુમલો કરવામાં આવતા એક પોલીસ કર્મચારીને ઇજાઓ પહોંચી હતી. આરોપી દ્વારા કરાયેલા આ હુમલાથી ઘટનાસ્થળે અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો.

આરોપીએ પોલીસ પર કર્યો છડી વડે હુમલો

મળતી માહિતી મુજબ, શિયાણી ગામે આરોપી દેવરાજ બોરાણાને પોલીસ દ્વારા ગુનાના રીકન્સ્ટ્રક્શન માટે લઈ જવામાં આવ્યો હતો. તે દરમિયાન આરોપીએ અચાનક પોલીસ પર છરી વડે હુમલો કર્યો હતો, જેમાં એક પોલીસ કર્મચારી ઘાયલ થયો હતો. પરિસ્થિતિ ગંભીર બનતા PSI વી એમ કોડિયાતરે સ્વબચાવ માટે આરોપી પર ફાયરિંગ કર્યું હતું.

પોલીસે આરોપીના પગમાં ધરબી ગોળી

પોલીસ ફાયરિંગ દરમિયાન આરોપી દેવરાજ બોરાણાના પગમાં ગોળી વાગતા તેને ઇજાઓ પહોંચી હતી. ત્યારબાદ આરોપીને તાત્કાલિક સારવાર માટે 108 એમ્બ્યુલન્સ મારફતે લીંબડી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. બીજી તરફ, છરીના હુમલામાં ઇજાગ્રસ્ત થયેલા પોલીસ કર્મચારીને પણ સારવાર અર્થે લીંબડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now