Home Entertainment Priyanka Chopras Brother Got Married In A Grand Ceremony Know Who The New Bride Is

દેસી ગર્લના ભાઈના લગ્ન : પ્રિયંકા ચોપરાના ભાઈના ધૂમધામથી થયા લગ્ન, જાણો કોણ છે નવી દુલ્હન

દેસી ગર્લના ભાઈના લગ્ન
Published by: OBS Bureau
Last Updated: Feb 08, 2025, 04:12 PM IST

ગ્લોબલ સ્ટાર પ્રિયંકા ચોપરાના ભાઈ સિદ્ધાર્થના લગ્ન ધૂમધામથી કરવામાં આવ્યા. જેમાં પ્રિયંકા-નિક સાથે તેનો આખો પરિવાર સામેલ થયા. સિદ્ધાર્થના લગ્નમાં પ્રિયંકાએ બહેન તરીકેની તમામ ફરજો નિભાવી. જોનાસ પરિવારે પણ લગ્નના તમામ રિવાજો નિભાવ્યા. પ્રિયંકા ચોપરાએ તેના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર પ્રસંદની હેપનિંગ તસવીરો શેર કરી છે. પ્રિયંકાની સાથે તેની કઝિન પરિણીતી અને મન્નારા પણ આ લગ્નમાં જોવા મળ્યા હતા.

પ્રિયંકાએ લગ્નમાં ગ્રીન કલરનો લહેંગો પહેર્યો હતો. તે પોતાના ભાાઈ સિદ્ધાર્થને લગ્નની વેદી સુધી લઈને આવી હતી. તો પ્રિયંકાની ભાભી પણ લાલ જોડામાં ખૂબ જ સુંદર લાગી. પ્રિયંકાની સાથે નિક પણ લગ્નમાં જોધપુરી પહેરીને ભારતીય અંદાજમાં જોવા મળ્યા. પ્રિયંકાએ ભાઈ અને ભાભીનું ગઠબંધન કરી બહેનની ફરજ અદા કરી. આ તમામ ખૂબસુરત તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી છે, જેને લોકો પસંદ કરી રહ્યા છે.

કોણ છે પ્રિયંકાની ભાભી?
પ્રિયંકા ચોપડાની ભાભીનું નામ નીલમ ઉપાધ્યાય છે. તેણે અનેક તમિલ અને તેલુગુ ફિલ્મોમાં કામ કર્યું છે. જો કે, હાલમાં તેણે અભિનયમાંથી બ્રેક લીધો છે. નીલમ અને સિદ્ધાર્થની મુલાકાત ડેટિંગ એપના માધ્યમથી થઈ હતી. જે બાદ તે બંને મળ્યા અને સંબધ આગળ વધ્યો. 2024માં તેમણે સગાઈ કરી હતી અને હવે લગ્નના બંધનમાં બંધાયા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now