પ્રિયંકા ચોપરાએ (Priyanka Chopra) ગતાએ ફરીવાર ભારતમાં ફિલ્મ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે તે આવતા વર્ષે એટલે કે હવે 2025માં એક મોટા ડાયરેક્ટર સાથે પ્રોજેક્ટને સાઈન કરશે. ત્યારથી જ ફેન્સ પ્રિયંકાની રાહ જોઈને બેઠા હતા. ભારતની દેસી ગર્લ પ્રિયંકા હવે ગ્લોબલ સ્ટાર બની ગઈ છે. લગ્ન પછી, તે પતિ નિક જોનસ સાથે અમેરિકામાં રહે છે અને ત્યાંના ફિલ્મ્સમાં કામ કરે છે. જોકે, વિદેશ ગયા પછી પણ હિન્દી સિનેમા પ્રત્યેનો પ્રેમ ઓછો નથી થયો. પ્રિયંકા અવારનવાર કોઈને કોઈ ફંક્શનમાં ભારત આવે છે અને હવે તે હૈદરાબાદમાં જોવા મળ્યા છે. અને કેટલાક વીડિયો પણ વાયરલ થયા છે. એવી શક્યતા છે કે પ્રિયંકા મોટા પ્રોજેક્ટ માટે હૈદરાબાદ આવી છે.
પ્રિયંકાનો વીડિયો થયો વાયરલ
પ્રિયંકા ચોપરાએ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે અને તે પછી જ SS રાજામૌલીની ફિલ્મ 'SSMB 29' સાથે તેમના નામની વધુ ચર્ચાઓ થવા લાગી.
રાજમૌલીની ફિલ્મમાં જોવા મળશે પ્રિયંકા
પ્રિયંકા ચોપરા વિષયે આપને જણાવી દઈએ કે તેઓ એસએસ રાજામૌલીની બિગ બજેટ ફિલ્મ SSMB29માં જોવા મળી શકે છે. આમાં પ્રિયંકા સાથે સુપરસ્ટાર મહેશ બાબુ પણ હશે. જેના કારણે ચાહકોનો ઉત્સાહ બમણો થઈ ગયો છે. બસ હવે રાહ સત્તાવાર જાહેરાતની જોવાઈ રહી છે.
Prabhu Devaએ ખરીદી લક્ઝરી Electric MG M9: ફોટો વાયરલ થતા ફરી ચર્ચામાં આવી 548KM રેન્જવાળી આ પ્રીમિયમ કાર






