Home Entertainment Priyanka Chopra Bollywood Comeback With Ranbir Kapoor Alia Bhatt Love And War

3 સુપરસ્ટાર સાથે પ્રિયંકાનું બોલીવુડમાં થશે કમ બેક : જાણો કઈ ફિલ્મ આવી રહી છે?

3 સુપરસ્ટાર સાથે પ્રિયંકાનું બોલીવુડમાં થશે કમ બેક
Published by: OBS Bureau
Last Updated: Aug 03, 2025, 05:24 AM IST

ગ્લોબલ આઇકોન અને દેશી ગર્લ પ્રિયંકા ચોપરા લગભગ છ વર્ષ બાદ હિન્દી ફિલ્મોમાં વાપસી માટે તૈયાર હોવાનું સંકેત મળ્યા છે. છેલ્લે 2019માં "ધ સ્કાય ઇઝ પિંક" ફિલ્મમાં જોવા મળી હતી ત્યારથી પ્રિયંકા મુખ્યત્વે હોલીવુડમાં સક્રિય છે.

હાલમાં, પ્રિયંકા દક્ષિણ ભારતીય સુપરસ્ટાર મહેશ બાબુ અને નિર્દેશક એસ.એસ. રાજામૌલીની મોટી ફિલ્મ SSMB29 પર કામ કરી રહી છે. 1000 કરોડના અંદાજિત બજેટ સાથે બની રહેલી આ ફિલ્મમાં, પ્રિયંકા એક નકારાત્મક ભૂમિકા ભજવી રહી છે.

આ દરમિયાન, પ્રિયંકાની એક ઈન્સ્ટાગ્રામ થ્રોબેક પોસ્ટ ચર્ચાનો વિષય બની છે. આ પોસ્ટમાં તેણે સંજય લીલા ભણસાલીની ફિલ્મ "ગોલિયૉં કી રાસલીલા રામ-લીલા" ના પોતાના લોકપ્રિય ગીત "રામ ચાહે લીલા" ને યાદ કરીને ભવિષ્યના સંકેત આપ્યા છે. પ્રિયંકાએ લખ્યું કે, "સંજય સરના દિશાનિર્દેશન હેઠળ કામ કરવું અનોખો અનુભવ હતો."

હવે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે સંજય લીલા ભણસાલી દ્વારા દિગ્દર્શિત થનારી આગામી ફિલ્મ "લવ એન્ડ વોર"માં પ્રિયંકા ચોપરાની ખાસ ભૂમિકા હોઈ શકે છે. હિન્દુસ્તાન ટાઈમ્સના અહેવાલ મુજબ, તેઓનું આ રિટર્ન કોઈ ખાસ ડાન્સ નંબર દ્વારા પણ થઈ શકે છે.

હાલમાં ફિલ્મના નિર્માતાઓ તરફથી કોઈ સત્તાવાર પુષ્ટિ આપવામાં આવી નથી, પણ જો આ સમાચાર સાચા સાબિત થાય તો દેશી ગર્લના ચાહકો માટે આ ખૂબ જ રોમાંચક સમાચાર બની રહેશે.

લવ એન્ડ વોર ફિલ્મમાં રણબીર કપૂર, આલિયા ભટ્ટ અને વિક્કી કૌશલ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now