પ્રધાનમંત્રી મોદીએ આજે સંસદના બજેટ સત્ર દરમિયાન રાષ્ટ્રપતિના અભિભાષણ પર જવાબ આપ્યો. તેમણે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી પર નિશાન સાધતા કહ્યું કે, કેટલાક નેતાઓ ગરીબોના ઝુંપડામાં ફોટો સેશન કરાવીને ખુદને મસીહા બતાવવાનો પ્રયાસ કરે છે. પરંતુ તેમને અસલમાં ગરીબોની સમસ્યાથી કોઈ લેવાદેવા નછી. તેઓ ઝુંપડીઓમાં ફોટો સેશન કરાવે છે. તેમને સંસદમાં ગરીબો વિશેની વાતો બોરિંગ લાગે છે. પ્રધાનમંત્રી મોદીનું આ નિવેદન એ સંદર્ભ હતું, જ્યારે રાહુલ ગાંધીએ સંસદમાં રાષ્ટ્રપતિના ભાષણને કંટાળાજનક ગણાવ્યું હતું.
ગાંધી પરિવાર પર સાધ્યું નિશાન
આ સાથે તેમણે કહ્યું કે, કેટલાક લોકો જાતિગત વસતી વિશે વાત કરી રહ્યા છે.કોઈ મને જણાવો કે શું આ દેશમાં ક્યારેય એક જ સમયે SC કે ST પરિવારના ત્રણ સાંસદો રહ્યા છે? હાલ ગાંધી પરિવારના ત્રણ લોકો સાંસદ છે. આ સવાલની સાથે તેમણે એવું પણ પુછ્યું કે, તેમની કથની અને કરનીમાં અંતર છે.
કૌભાંડની ભરમાર પર નિવેદન
પહેલા અખબારોની હેડલાઇન્સ રહેતી હતી - આટલા લાખોના કૌભાંડો... 10 વર્ષ વીતી ગયા, કોઈ કૌભાંડ ન થવાને કારણે, દેશના કરોડો રૂપિયા બચી ગયા છે, જેનો ઉપયોગ લોકોની સેવામાં થઈ રહ્યો છે. અમે લીધેલા વિવિધ પગલાંના પરિણામે લાખો અને કરોડો રૂપિયાની બચત થઈ, પરંતુ અમે તે પૈસાનો ઉપયોગ મહેલ બનાવવા માટે કર્યો નહીં, અમે તે પૈસાનો ઉપયોગ દેશ બનાવવા માટે કર્યો.
પીએમ મોદીએ સાંસદોને કહી આ વાત
ભાષણ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે, તમામ સાંસદોએ કહ્યું કે, તમામ દળ, તમામ નેતાઓ અને દેશવાસીઓને આગ્રહ કરે છે કે દેશના વિકાસ માટે એકજૂટ થાઓ. તમામ દળો અને નેતાઓની પોતાની વિચારધારા હોય શકે છે. પરંતુ દેશથી વધારે કાંઈ જ નથી. જ્યારે આ દેશ વિકસિત થશે કે, 2025માં એક એવી સંસદ બેઠી હતી કે જ્યાં બેસેલો તમામ વ્યક્તિ વિકસિત ભારત માટે કામ કરતો હતો.






