Home Automobile Prices Of All 24 Variants Of Tata Sierra Revealed See Full Price List

Tata Sierra ના તમામ 24 વેરિઅન્ટ્સની કિંમતો જાહેર! : જુઓ સંપૂર્ણ Price List

Tata Sierra ના તમામ 24 વેરિઅન્ટ્સની કિંમતો જાહેર!
Published by: OBS Bureau
Last Updated: Dec 08, 2025, 07:23 AM IST

Tata Sierra Launch 24 Variants: Tata Sierra એક 5 સીટર SUV છે. આ ટાટા કાર 25 નવેમ્બર, 2025 ના રોજ ભારતીય બજારમાં લોન્ચ કરવામાં આવી હતી. લોન્ચ સમયે, ફક્ત Sierra ના બેઝ મોડલની કિંમત જાહેર કરવામાં આવી હતી, પરંતુ હવે ટાટા મોટર્સે સીએરાના તમામ 24 વેરિઅન્ટ જાહેર કર્યા છે અને તેમની કિંમતો પણ જાહેર કરવામાં આવી છે. Tata Sierra ની એક્સ-શોરૂમ કિંમત ₹11.49 લાખથી શરૂ થાય છે અને ₹18.49 લાખ સુધી જાય છે. જાણો Tata Sierra ના દરેક વેરિઅન્ટ અને તેમની કિંમતોની સંપૂર્ણ માહિતી.

Tata Sierra ના બધા વેરિયન્ટ્સ માટે કિંમતો

  • Tata Motors એ Sierra ના બધા વેરિયન્ટ્સ બજારમાં લોન્ચ કર્યા છે. Tata ની આ નવી કાર Smart Plus, Pure, Pure Plus, Adventure, Adventure Plus, Accomplished અને Accomplished Plus મોડલમાં લોન્ચ કરવામાં આવી છે.

  • Tata Sierra ના સ્માર્ટ પ્લસ વેરિઅન્ટમાં 1.5-લિટર રેવોટ્રોન પેટ્રોલ અને 1.5-લિટર ક્રાયોજેટ ડીઝલ એન્જિનનો વિકલ્પ મળે છે. જે MT સાથે આવે છે. આ પેટ્રોલ વેરિઅન્ટની કિંમત (એક્સ-શોરૂમ) 11.49 લાખ છે. અને ડીઝલ મોડલની કિંમત 12.99 લાખ છે.

  • ટાટા સિએરા પ્યોર વેરિઅન્ટમાં 1.5-લિટર રેવોટ્રોન પેટ્રોલ એન્જિન MT અને DCA ટ્રાન્સમિશન સાથે આવે છે જેની કિંમત અનુક્રમે 12.99 લાખ અને 14.49 લાખ છે. અને 1.5-લિટર ક્રાયોજેટ ડીઝલ એન્જિન MT અને AT ટ્રાન્સમિશન સાથે આવે છે, જેની કિંમત અનુક્રમે 14.49 લાખ અને 15.99 લાખ છે.

  • ટાટા સિએરા પ્યોર પ્લસ વેરિઅન્ટમાં 1.5-લિટર રેવોટ્રોન પેટ્રોલ એન્જિન MT અને DCA ટ્રાન્સમિશન સાથે આવે છે જેની કિંમત અનુક્રમે 14.49 લાખ અને 15.99 લાખ છે. અને 1.5-લિટર ક્રાયોજેટ ડીઝલ એન્જિન MT અને AT ટ્રાન્સમિશન સાથે આવે છે, જેની કિંમત અનુક્રમે 15.99લાખ અને 17.49 લાખ છે.

  • ટાટા સિએરા એડવેન્ચર વેરિઅન્ટમાં 1.5-લિટર રેવોટ્રોન પેટ્રોલ એન્જિન MT અને DCA ટ્રાન્સમિશન સાથે આવે છે જેની કિંમત અનુક્રમે 15.29 લાખ અને 16.79 લાખ છે. અને 1.5-લિટર ક્રાયોજેટ ડીઝલ એન્જિન MT ટ્રાન્સમિશન સાથે આવે છે, જેની કિંમત 16.49 લાખ છે.

  • ટાટા સિએરા એડવેન્ચર પ્લસ વેરિઅન્ટમાં 1.5-લિટર રેવોટ્રોન પેટ્રોલ એન્જિન MT ટ્રાન્સમિશન સાથે આવે છે જેની કિંમત 15.99 લાખ છે. 1.5-લિટર હાઇપરિયન પેટ્રોલ એન્જિન AT ટ્રાન્સમિશન સાથે આવે છે જેની કિંમત 17.99 લાખ છે. અને .5-લિટર ક્રાયોજેટ ડીઝલ એન્જિન MT અને AT ટ્રાન્સમિશન સાથે આવે છે, જેની કિંમત અનુક્રમે 17.19 લાખ અને 18.49 લાખ છે.

ટોપ-ઓફ-ધ-લાઇન મોડલ્સની કિંમત

નોંધનીય છે કે, ટાટા મોટર્સે ટાટા સિએરાના Accomplished વેરિઅન્ટ 1.5-લિટર રેવોટ્રોન પેટ્રોલ એન્જિન અને 1.5-લિટર ક્રાયોજેટ ડીઝલ એન્જિન MT ટ્રાન્સમિશન સાથે ઉપલબ્ધ છે. જ્યારે 1.5-લિટર ક્રાયોજેટ ડીઝલ એન્જિન અને 1.5-લિટર હાઇપરિયન પેટ્રોલ એન્જિન AT ટ્રાન્સમિશન સાથે ઉપલબ્ધ છે. ટાટા સિએરાનું Accomplished Plus વેરિઅન્ટ 1.5-લિટર ક્રાયોજેટ ડીઝલ એન્જિન MT ટ્રાન્સમિશન સાથે ઉપલબ્ધ છે. જ્યારે 1.5-લિટર ક્રાયોજેટ ડીઝલ એન્જિન અને 1.5-લિટર હાઇપરિયન પેટ્રોલ એન્જિન AT ટ્રાન્સમિશન સાથે ઉપલબ્ધ છે. પરતું હજુ સુધી આ ટોપ-ઓફ-ધ-લાઇન મોડલ્સની કિંમત જાહેર કરી નથી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now