Home International Press Mea India On Operation Sindoora About Paksitan

આતંકીઓના જનાજામાં સામેલ થયા હતા પાકિસ્તાન સેનાના અધિકારીઓ : આતંકવાદીઓ અને પાકિસ્તાન સેના વચ્ચે ગાઢ સંબંધ, ભારતના વિદેશ સચિવે કર્યો મોટો ઘટસ્ફોટ

આતંકીઓના જનાજામાં સામેલ થયા હતા પાકિસ્તાન સેનાના અધિકારીઓ
Published by: OBS Bureau
Last Updated: May 08, 2025, 03:41 PM IST

ઓપરેશન સિંદૂર બાદ બોખલાયેલાં પાકિસ્તાને ભારત પર હુમલાનો પ્રયાસ કર્યો હતો. જોકે, ભારતીય સેનાએ નાપાક હુમલાના તમામ પ્રયાસોને નિષ્ફળ બનાવીને પાકિસ્તાની ડિફેન્સ સિસ્ટમ અને તેના રડારને તબાહ કરી નાંખ્યું છે. ભારતના વિદેશ મંત્રાલયની પ્રેસ કોન્ફરન્સમાં વિદેશ સચિવ વિક્રમ મિસરીએ આ જાણકારી આપી હતી. આ સાથે જ તેમણે પાકિસ્તાન આર્મી અંગે પણ ઘણાં મોટા ઘટસ્ફોટ કર્યા હતાં.

ભારત સરકારના વિદેશ સચિવ વિક્રમ મિસરીએ જણાવ્યુંકે, હંમેશાની જેમ પાકિસ્તાન દરેક બાબતે જુઠ્ઠાણાં ફેરાવી રહ્યું છે. સંયુક્ત રાષ્ટ્રની બેઠકમાં પણ પાકિસ્તાન દ્વારા અનેક જુઠ્ઠાણાં ચલાવવામાં આવ્યાં હતાં. પાકિસ્તાન અને આતંકવાદ વચ્ચેનો પ્રેમ બહુ જુનો છે. ત્યાં સુધી કે ઓપરેશન સિંદૂરમાં માર્યા ગયેલાં આતંકવાદીઓના જનાજામાં પણ પાકિસ્તાન સેનાના અપ્સરો સામેલ થયા હતાં. ભારત સરકારે હવે તમામ મોરચે સેનાની ત્રણેય પાંખોને પુરતી નિર્ણય શક્તિ પ્રદાન કરી છે. જો પાકિસ્તાન કોઈપણ નાપાક હરકત કરશે તો તેને જડબાતોડ જવાબ આપવામાં આવશે.


ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસરીએ જણાવ્યુંકે, ઓપરેશન સિંદૂર થકી પાકિસ્તાનના આતંકના અડ્ડાઓનો ભારતે એરસ્ટ્રાઈક કરીને ખાતમો કર્યો છે. ભારતની આ કાર્યવાહી બાદ બોખલાયેલાં પાકિસ્તાને વળતો પ્રહાર કરવાનો પ્રયાસ કર્યો. જેમાં ભારતના 15 ઠેકાણાંઓને પાકિસ્તાને ટાર્ગેટ બનાવ્યા હતા .એટલું જ નહીં ભારતના સૈન્ય ઠેકાણાંઓ પર પણ નાપાક પાકિસ્તાને કરી હુમલાની કોશિશ.

ભારતીય સેનાઓ પાકિસ્તાનની મેલી મુરાદ પણ પાણી ફેરવી દીધું છે.પાકિસ્તાને કરેલાં હુમલાની તમામ કોશિશ ભારતે નાકામ કરી દીધી છે. ભારતે S400 ડિફેન્સ સિસ્ટમથી પાકિસ્તાનના તમામ હુમલાને નિષ્ફળ બનાવી દીધાં છે.આ પહેલાં ભારતે હેરોપ ડ્રોનથી પાકિસ્તાનની ડિફેન્સ સિસ્ટમને પણ નષ્ટ કરી દીધી હતી...જોકે, આ સ્થિતિમાં પીએમ મોદીએ અધિકારીઓને અલર્ટ રહેવાની સુચના આપી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
લોકસભામાં અમિત શાહનો લલકાર
‘હોર્મુઝ સ્ટ્રેટ ખોલો, નહીં તો...’,
ફોન પર પ્રતિબંધથી 75% વિદ્યાર્થીઓની એકાગ્રતામાં થયો મોટો વધારો!
એ...એ...ગયા!
વિદેશી ફોટોગ્રાફરે હાથીને ગુલાબી રંગીને કહ્યું- 'I DON'T USE AI'
Play Video