Home International Prediction Of Ambalal Patel Mars Saturn Conjunction Is Dangerous For Global Politics

અંબાલાલ પટેલની દુનિયા હચમચાવી દે તેવી આગાહી : ખતરનાક છે મંગળ-શનિનો યોગ! વૈશ્વિક રાજનીતિમાં થશે મોટી ઊથલ પાથલ

અંબાલાલ પટેલની દુનિયા હચમચાવી દે તેવી આગાહી
Published by: OBS Bureau
Last Updated: Mar 02, 2026, 10:48 AM IST

Ambalal Patel Ni bhavishyawani : દેશ-દુનિયા મોટી ઉથલપાથલ સર્જાઈ છે. સૂર્યગ્રહણ પછી ચંદ્રગ્રહણ અને હવે ગ્રહોની એવી યુતિ સર્જાઈ છે કે, વૈશ્વિક શાંતિ ડામાડોળ થઈ ગઈ છે. આ વચ્ચે અંબાલાલ પટેલે ગ્રહોના ચોઘડિયા જોઈને ભવિષ્યવાણી કરી છે. આગાહીકારની નવી આગાહી વિશે જાણીએ...

અંબાલાલ પટેલે જણાવ્યું કે, મહંદઅંશે ગ્રહો રાહુ અને કેતુ વચ્ચે છે. માર્ચ મહિનામાં મંગળ અને રાહુ સંજોગ સર્જાયા છે. સૂર્ય મંગળના અંગારક યોગ મહંમદ અંશે રાહુ કેતુ વચ્ચના ગૃહોની વૈશ્વિક અશાંતિ સૂચક છે. સૂર્ય શનિ સંજોગ વૈશ્વિક રાજનીતિમાં ઉથલ પાથલ કરી શકે તેમ છે. તો બુધ રાહુના સંજોગો માંધાતાના મન પર અસર કરી શકે તેમ છે. માર્ચ મહિનામાં શું ઘટના બની શકશે સમય જ કહી શકે છે.

એપ્રિલમાં ખતરનાક યોગ સર્જાયા-

એપ્રિલ મહિનામાં પણ મંગળ શનિના સંજોગો વિશ્વ માટે નબળા છે. સમુદ્રમાં હલચલ જોવા મળે, મોજા ઉંચા ઉછળી શકે છે. એપ્રિલ-મે સમુદ્ર ખતરનાક વાવાઝોડું બનાવાવની શક્યતા રહે છે. મશીનનો શનિ અને શનિ મંગળ યોગ જળસ્તર ઉપર પ્રભાવી રહી શકે ‌તેમ છે. ઈરાન અમેરિકામાં મધ્યસ્થીઓ સુલેહ કરાવશે, પરંતું આંતરિક બાબતોના પડઘા વિશ્વ પર પડશે. અગાઉનું સૂર્યગ્રહણ અને ત્રણ માર્ચના ચંદ્રગ્રહણની અસરો દક્ષિણ અમેરિકા, પૂર્વીય યુરોપ, એશિયા, ઓસ્ટ્રેલિયા, આફ્રિકામાં મોટી રીતે અસર કરશે.

ગરમીની આગાહી-

હવામાન નિષ્ણાતે કહ્યું કે, આગામી 48 કલાકમાં ગરમી વધવાની શક્યતા રહેશે. માર્ચ મહિનામાં સખત ગરમી પડશે. તારીખ 8-10 એક પશ્વિમ વિક્ષેપો આવવાની શક્યતા રહેશે. પશ્વિમ વિક્ષેપોની હલચલ ગુજરાતનું હવામાન પણ પલટાશે. 15 માર્ચ પછી ગુજરાતના હવામાનમાં પલટો આવશે. દેશ સહિત ગુજરાતના હવામાનમાં પલટો આવી શકે છે. 25 -27 માર્ચ સુધી ગુજરાતના હવામાનમાં પલ્ટો આવી શકે છે.

હોળી પર હવામાન-

આ વખતે હોળી પર ગરમી પડશે. હોળીનો પવન ઉનાળું રહેવાની શક્યતા રહેશે. ઉતર પશ્ચિમ અને પશ્ચિમ દિશાની આસપાસ રહેવાની શક્યતા રહે છે. આ વખતે હોળી હોલિકા દહન વિષ્ટિમાં થવાની શક્યતા રહે છે. એટલે વિષ્ટિના મુખ આવતું હોવાથી તેની અસર નબળી રહી શકે. પૂનમ ગૃહણ અનિષ્ઠ કહી શકાય.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now