રાજ્ય સરકારે પ્રિ-સ્કૂલની નોંધણી માટે નવા નિયમો જાહેર કર્યા છે. બાળકોની સુરક્ષાને ધ્યાનમાં રાખી આ નિયમોને કડક કરવામાં આવ્યા છે. જો કે આ નિયમો સામે સંચલાકોએ વાંધો ઉઠાવ્યો છે.
પ્રિ-સ્કૂલ માટે શું છે નવા નિયમો?
મકાન માલિકી અંગેની શરતો અને ભાડાના કરારના નિયમો ખૂબ કડક કર્યા
નિયમોના પાલન વગર પ્રિ-સ્કૂલ સંચાલકો નોંધણી કરાવી શકશે નહીં
એજ્યુકેશન BU ફરજિયાત હોવુ જોઇએ
15 વર્ષનો રજિસ્ટર્ડ ભાડા કરાર ફરજિયાત હોવો જોઇએ
પ્રિ-સ્કૂલના સંચાલકોની શું છે માગ?
સરકાર નિયમોમાં ફેરફાર કરી પ્રિ-સ્કૂલ શિક્ષણને સરળ અને સસ્તું બનાવે
BU, ભાડા કરાર, ટ્રસ્ટ નોંધણીના નિમયોનું પાલન કરવું મુશ્કેલ
મકાન માલિકી અંગેના નિયમોમાં છૂટછાટ આપવામાં આવે
ભાડાના કરારના બદલે પ્રોપરાઇટરશિપ, ભાગીદારીના વિકલ્પને મંજૂરી આપવામાં આવે
પ્રિ-સ્કૂલની નોંધણીના નિયમો સરળ કરવામાં આવે
સંચાલકોના મતે નવા નિયમોની શું પડી શકે અસર?
નવા કડક નિયમથી ઘણી પ્રિ-સ્કૂલ બંધ થઈ શકે છે
પ્રિ-સ્કૂલમાં કામ કરતી મહિલાઓ બેરોજગાર બનશે
બાળકોના સર્વાંગી વિકાસ માટે પ્રિ-સ્કૂલો મહત્વની
પ્રિ-સ્કૂલ બંધ થશે તો બાળકોના ઘડતર પર અસર પડશે
નવા નિયમોથી પ્રિ-સ્કૂલ શિક્ષણ મોંઘુ થશે
સામાન્ય માણસે બાળકને પ્રિ-સ્કૂલ મોકલવું મુશ્કેલ બનશે





