logo-img
Prakash Varmora Invites Pratishtha Karpada Who Resigned From Aap To Join Bjp

'રાજુભાઇએ પરિવર્તન કરવાનું વિચાર્યું છે તો ભાજપમાં જોડાવા આમંત્રણ' : AAPમાંથી રાજીનામું આપનાર રાજુ કરપડાને ભાજપમાં જોડાવા પ્રકાશ વરમોરાનું આંમત્રણ

'રાજુભાઇએ પરિવર્તન કરવાનું વિચાર્યું છે તો ભાજપમાં જોડાવા આમંત્રણ'
Play Video
Published by: Offbeat Team
| Last Updated: Feb 11, 2026, 03:34 PM IST

આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપનાર રાજુ કરપડાને ભાજપમાં જોડાવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. ભાજપના ધ્રાંગધ્રાના MLA પ્રકાશ વરમોરાએ જાહેરમાં તેમને પાર્ટીમાં આવવા આમંત્રણ આપું છું. પ્રકાશ વરમોરાએ જણાવ્યું કે, રાજુભાઈએ કયા કારણોસર AAPમાંથી રાજીનામું આપ્યું છે તેની તેમને કોઈ માહિતી નથી. તેમ છતાં જો રાજુભાઈએ રાજકીય પરિવર્તન કરવાનું વિચાર્યું હોય, તો તેઓને ભાજપમાં જોડાવા માટે ખુલ્લું આમંત્રણ છે.

'આજનો હરીફ આવતીકાલનો મતદાર છે અને...'

MLA પ્રકાશ વરમોરા કહ્યું કે, એક કાર્યકર અને પ્રચારક તરીકે તેઓ રાજુભાઈને ભાજપમાં આવવાની આમંત્રણ આપું છું. વરમોરાએ વધુમાં જણાવ્યું કે ભાજપની વિચારધારા એવી છે કે “આજનો હરીફ આવતીકાલનો મતદાર છે અને મતદાર જ આવતીકાલનો કાર્યકર બની શકે છે” તેમણે ભારપૂર્વક કહ્યું કે ભાજપ વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી છે'

'પાર્ટીનો વર્ટિકલ તેમજ હોરીઝોન્ટલ વિસ્તાર નોંધપાત્ર રીતે વધી રહ્યો છે'

પ્રકાશ વરમોરાએ કહ્યું કે, 'છેલ્લા કેટલાક વર્ષોમાં પાર્ટીનો વર્ટિકલ તેમજ હોરીઝોન્ટલ વિસ્તાર નોંધપાત્ર રીતે વધી રહ્યો છે. પ્રકાશ વરમોરાના આ નિવેદન બાદ રાજકીય વર્તુળોમાં ચર્ચા તેજ બની છે કે શું રાજુ કરપડા હવે ભાજપમાં જોડાશે કે નહીં. હાલ રાજુ કરપડાની તરફથી આ મુદ્દે કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now