Home Gujarat Power Supply Will Be Cut Off In 9 Feeders Of Vadodara City From January 20 To 24 Morning

વડોદરા શહેરના 9 ફીડરોમાં 20થી 24 જાન્યુઆરી સવારે વીજ પુરવઠો બંધ રહેશે : જાણો કયા વિસ્તારમાં કેટલા સમય સુધી બંધ રહેશે

વડોદરા શહેરના 9 ફીડરોમાં 20થી 24 જાન્યુઆરી સવારે વીજ પુરવઠો બંધ રહેશે
Published by: OBS Bureau
Last Updated: Jan 20, 2026, 09:16 AM IST

મેન્ટેનન્સ અને સમારકામ કામગીરીને કારણે વડોદરા શહેરના અનેક વિસ્તારોમાં આગામી દિવસોમાં વીજ પુરવઠો બંધ રહેવાનો છે. મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, તા.20 જાન્યુઆરીથી 24 જાન્યુઆરી દરમિયાન શહેરના કુલ નવ ફીડરો હેઠળ આવતા વિસ્તારોમાં રોજ સવારે 7:00 વાગ્યાથી 11:00 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રાખવામાં આવશે. કામગીરી પૂર્ણ થતાં કોઈ પૂર્વ સૂચના વિના વીજ પુરવઠો ફરી શરૂ કરવામાં આવશે.

20 જાન્યુઆરીએ આ ફીડર હેઠળના વિસ્તારોમાં વીજ કાપ રહેશે

તા.20 જાન્યુઆરીના રોજ ઇન્દ્રપુરી સબ ડિવિઝનના જગદીશ ફીડર હેઠળ વાઘોડિયા બાયપાસ, લક્ષ્મી સ્ટુડિયો, સાગર સ્ટુડિયો, અમેરિકન સ્કૂલ, પાયોનીયર કોલેજ, એનડીસી કોલેજ, તક્ષ ગેલેક્સી, આઇવરી ગાર્ડન અને મણીભાઈ પાર્ક વિસ્તારમાં વીજ કાપ રહેશે. ઉપરાંત પાણીગેટ સબ ડિવિઝનના કોટિયાર્ક ફીડર હેઠળ કલાદર્શન ચાર રસ્તા, પીડબ્લ્યુડી ક્વાર્ટર્સ, રાધિકા ભવન, સ્વામિનારાયણ નગર, શાસ્ત્રી બાગ, રામવાટીકા, સાંઈ વિહાર અને સિદ્ધિ વિનાયક વિસ્તારમાં પણ વીજ પુરવઠો બંધ રહેશે. સાથે જ ગોરવા સબ ડિવિઝનના સહયોગ ફીડર અને સમા સબ ડિવિઝનના અણુ શક્તિ ફીડર હેઠળના વિસ્તારોમાં પણ કાપ રહેશે.

21 જાન્યુઆરીએ આ ફીડર હેઠળના વિસ્તારોમાં વીજ કાપ રહેશે

તા.21 જાન્યુઆરીના રોજ માંડવી સબ ડિવિઝનના ચાંપાનેર ફીડર હેઠળ વારસિયા રિંગ રોડ, કલાવતી હોસ્પિટલ, જલારામ હોસ્પિટલ અને દાજીનગર વિસ્તારમાં વીજ પુરવઠો બંધ રહેશે. એ જ દિવસે અકોટા સબ ડિવિઝનના દુર્ગાનગર ફીડર હેઠળ ગુલાબવાટિકા, ચરોતર સોસાયટી, રાજવી ટાવર અને તાંદલજા પાણીની ટાંકી વિસ્તારમાં પણ વીજ કાપ રહેશે. અલકાપુરીના દિનેશ મિલ ફીડર (HT) અને અટલાદરાના હરિ દર્શન ફીડર હેઠળના વિસ્તારોમાં પણ વીજ પુરવઠો સ્થગિત રહેશે.

22 અને 23 જાન્યુઆરીએ આ ફીડર હેઠળના વિસ્તારોમાં વીજ કાપ રહેશે

તા.22 જાન્યુઆરીના રોજ પાણીગેટના તપોવન ફીડર, ગોરવાના શ્રીનાથજી ફીડર અને લક્ષ્મીપુરાના સોમનાથ ફીડર હેઠળ આવતા રહેણાંક વિસ્તારોમાં સવારે ચાર કલાક માટે વીજ પુરવઠો બંધ રહેશે. તા.23 જાન્યુઆરીના રોજ માંડવીના સંત કવર ફીડર, ઇન્દ્રપુરીના સ્વિમિંગ પૂલ ફીડર અને અકોટાના ગુજરાત ટ્રેક્ટર ફીડર હેઠળના વિસ્તારોમાં વીજ કાપ રહેશે.

જ્યારે તા.24 જાન્યુઆરીના રોજ સરદાર એસ્ટેટ ફીડર અને પાણીગેટના પ્રારંભ ફીડર હેઠળ આવતા ઔદ્યોગિક તેમજ રહેણાંક વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ રહેશે. વીજ કંપની દ્વારા નાગરિકોને અનુરોધ કરવામાં આવ્યો છે કે મેન્ટેનન્સ કામગીરી દરમિયાન જરૂરી આયોજન કરીને સહકાર આપવો.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now